વિદેશ ગુજરાતીઓ માટે સલામત નથી..! 36 વર્ષના યુવકનો તેની પત્નીની નજર સામે જીવ લઈ લીધો… આરોપીએ યુવકના શરીર ઉપર 8 થી 10 વખત…

Published on: 11:18 am, Sat, 26 November 22

મિત્રો વિદેશમાં રહેતા ગુજરાતીઓની જીવ લેવાની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે વધુ એક ગુજરાતી યુવકની જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટના ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં બની છે. યુએસમાં લૂંટ કરીને ગુજરાતીઓની જીવ લેવાની ઘટના બનતી હતી. પરંતુ હવે ન્યૂઝીલેન્ડમાં પણ ગુજરાતીઓ સલામત રહ્યા નથી.

જલાલપોર તાલુકાના વોડલીગામના એનઆરઆઈ યુવક જનક પટેલ નામના વ્યક્તિનો ન્યૂઝીલેન્ડમાં જીવ લઈ લેવામાં આવ્યો છે. દુકાનમાં ઘૂસેલા લુટેરાઓએ જનક પટેલનો જીવ લીધો હતો. જનક પટેલ આઠ મહિના પહેલા જ ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થવા ગયા હતા. જનક પટેલની પત્નીની નજર સામે તેમનો જીવ લઈ લેવામાં આવ્યો હતો.

જેવું લઈને લુટેરાઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બનતા જ ન્યૂઝીલેન્ડમાં રહેતા ભારતીયોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો જલાલપોર તાલુકાના મરોલી કાંઠા વિસ્તારના વડોલી ગામના વતની અને એન.આર.આઈ 36 વર્ષીય યુવાન જનકભાઈ કાળીદાસ ભાઈ પટેલના લગ્ન અઢી વર્ષ પહેલા થયા હતા.

તેઓ આઠ મહિના પહેલા પોતાની પત્ની સાથે ન્યૂઝીલેન્ડના હેમીલ્ટન ખાતે ગયા હતા. ત્યાં પતિ પત્ની બંને દુકાનમાં કામ કરતા હતા. મળતી માહિતી અનુસાર ઓકલેન્ડ ખાતે રહેતા ધર્મેશભાઈ મગનભાઈ પટેલ નામના વ્યક્તિ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે 15 દિવસ માટે ન્યૂઝીલેન્ડથી પોતાના વતન આવ્યા હતા.

તેથી ધર્મેશભાઈ ઓકલેન્ડ ખાતે આવેલી દુકાન ચલાવવા માટે જનકભાઈ પટેલની દુકાન સોંપી હતી. તેથી જાડક ભાઈ પોતાની પત્ની સાથે ઓકલેન્ડમાં દુકાન ચલાવવા માટે આવ્યા હતા. આ દરમિયાન કેટલાક લુટેરાઓ દુકાનમાં ઘુસિયા હતા. ધારદાર વસ્તુ બતાવીને લુટેરાઓએ દુકાનના ગલ્લામાં રાખેલા ડોલર અને દુકાનના માલ સામાનની લૂંટ કરી હતી.

દુકાનમાં ઘૂસેલા એક લુટેરા એ જનકભાઈ પટેલના છાતીના ભાગે અને ગળાના ભાગે આઠથી દસ વખત ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના જનકભાઈની પત્નીની નજર સામે બની હતી. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને ન્યૂઝીલેન્ડ પોલીસ તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો