રાજકોટમાં રહેતા ધોળકિયા પરિવાર એક સાથે ઝેરી દવા પીધી, માતા-પિતા અને દીકરાનું રીબાઈ રીબાઈને મોત… પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો…

Published on: 11:00 am, Sat, 26 November 22

રાજકોટ શહેરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં રાજકોટના યુનિવર્સિટી રોડ પર મિલાપનગર-2 માં રહેતા વેપારી કિર્તીભાઈ ધોળકિયાએ પોતાની પત્ની માધુરીબેન અને દીકરા ધવલ સાથે 18 નવેમ્બરના રોજ રાત્રે ઝેરી દવા પી લીધી હતી. બીજા દિવસે બપોર થઈ ગઈ છતાં પણ કાંતિભાઈ દુકાને ન આવ્યા તેથી તેમના મોટાભાઈ કાંતિભાઈના ઘરે પહોંચ્યા હતા.

ત્યારે તેમને ત્રણેય ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ તેમને 108 બોલાવીને ત્રણેયને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ મોકલ્યા હતા. ઘટનાની માહિતી મળતા આજે યુનિવર્સિટી પોલીસ પણ તાત્કાલિક પોતાની ટીમ સાથે હોસ્પિટલ દોડી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે દીકરા ધવલનું નિવેદન લઈને ફરિયાદ નોંધ હતી. ધવલના નિવેદનમાં જાણવા મળ્યું કે, વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી ના કારણે તેમનું પરિવાર કંટાળી ગયું હતું અને તેમને ઝેરી દવા પી લીધી હતી.

સારવાર દરમિયાન 20 નવેમ્બરના રોજ ધવલ નું મૃત્યુ થયું હતું અને 21 નવેમ્બરના રોજ માધુરીબેનનું મૃત્યુ થયું હતું. કિર્તીભાઈ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરે તો 18 નવેમ્બર ના રોજ મોડી રાત્રે કિર્તીભાઈ પોતાની પત્ની અને દીકરા સાથે ઝેરી દવા પી લીધી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે હોસ્પિટલમાં ધવલની સારવાર ચાલુ હતું ત્યારે પોલીસે તેનું નિવેદન લીધું હતું. પૂછપરછ કર્યા બાદ સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, ધવલ પપ્પુ મુંધવા, યુવરાજસિંહ ઝાલા અને મહેબૂબ શાહ નામના વ્યાજખોરો સામે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બની ત્યારે મૃત્યુ પામેલી ધવલની પત્ની અમરેલી પોતાના પિયરમાં ગઈ હતી.

ધવલ પોતાના પિતા સાથે ઝેરોક્ષની દુકાન ચલાવતો હતો. કિર્તીભાઈ પોતાના દીકરા ધવલને વાત કરી હતી કે, આપણે બે આજે લીધેલા નાણાની વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ઝેરોક્ષની દુકાન પડાવી લેવા સતત ફોન કરીને ધમકી આપી રહ્યા છે. મારી પાસે જીવ ટુકાવા સિવાય બીજો રસ્તો નથી.

કિર્તીભાઈની આ વાતથી પરિવાર પણ સહમત થઈ ગયું હતું અને માતા પિતા અને દીકરાએ ઝેરી દવા પી લીધી હતી. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે ધંધાના કામે કિર્તીભાઈ સંજયરાજસિંહ ઝાલા નામના વ્યક્તિ પાસેથી 10 લાખ રૂપિયા, યુવરાજસિંહ ઝાલા પાસેથી 50 હજાર રૂપિયા અને મહેબુબ શાહ પાસેથી 8 લાખ રૂપિયા લીધા હતા.

જેનું સમયસર વ્યાજ સાથેની રકમ કિર્તીભાઈ ચૂકવતા હતા. પરંતુ છતાં પણ વ્યાજખોરો કિર્તીભાઈ પાસે પઠાણી ઉઘરાણી કરતા હતા અને તેમની ઉઘરાણીથી કિર્તીભાઈ ખૂબ જ કંટાળી ગયા હતા. હાલમાં તો પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો