પિતાએ પોતાના બાળકને એવી રીતે હવામાં ઉલાળ્યો કે…વિડીયો જોવાવાળાના તો રુવાટા ઉભા થઈ ગયા…જુઓ વાયરલ વિડિયો

Published on: 11:40 am, Sat, 26 November 22

મિત્રો હાલમાં તો સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર ક્યારેક અમુક એવા સ્ટંટના વિડીયો સામે આવતા હોય છે જેને જોઈને આપણો શ્વાસ પર અધ્ધર થઈ જતો હોય છે. આપણે બધા જાણીએ છીએ કે એક માતા પિતા તેના બાળકને સૌથી વધારે પ્રેમ કરતા હોય છે.

માતા-પિતા પોતાના બાળકને નાનપણથી ઉછેરીને જ્યાં સુધી તે પગભર ન થાય ત્યાં સુધી તેની દેખરેખ રાખતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક પિતા અને દીકરાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પિતા પોતાના બાળક પ્રત્યે અનોખો પ્રેમ બતાવી રહ્યા છે.

વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક પિતા પોતાના બાળકને તેડીને હવામાં કેટલા ફૂટ ઉપર ઉછાળી રહ્યા છે. બાળક પણ ખુશ જોવા મળી રહ્યો છે. પરંતુ બાળકને એટલો બધો ઊંચો જોઈને આસપાસના લોકોના તો રુવાટા ઉભા થઈ ગયા હતા. થોડીક વાર પછી પિતા પોતાના બાળકને પોતાની હથેળીમાં ઉભો રાખે છે અને અચાનક જ તેને ઊંધા માથે કરીએ છે.

આ દ્રશ્યો જોઈને તો ત્યાં હાજર લોકોના રુવાટા ઉભા થઈ ગયા હતા. પિતા પોતાના બાળકને ત્રણથી ચાર વખત હવામાં ઉછાળે છે અને બાળક પણ મોજ અને આનંદ લેતો જોવા મળી રહ્યો છે. પિતા બાળકને ઘણા ફૂડ સુધી ઉપર હવામાં ઉછાળે છે છતાં પણ બાળકને જરાક પણ ડર લાગતો નથી અને તેને મજા આવે છે.

આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર @Gulzar_sahab નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 3 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. ઉપરાંત 6,000 થી પણ વધારે લોકો એ વીડિયોને પસંદ કર્યો છે.

માત્ર 32 સેકન્ડ નો આ વિડીયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે પોતાના બાળકને આ રીતે કોઈ દિવસ હવામાં ઉછાળો ન જોઈએ કારણકે આપણી એક નાનકડી એવી ભૂલ આપણા બાળકનો જીવ જોખમમાં મૂકી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પિતાએ પોતાના બાળકને એવી રીતે હવામાં ઉલાળ્યો કે…વિડીયો જોવાવાળાના તો રુવાટા ઉભા થઈ ગયા…જુઓ વાયરલ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*