આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરવામાં આવે, એવું કોઈ કામ અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ કર્યું નથી: ઇન્દ્રનીલ રાજગુરુ

Published on: 2:40 pm, Fri, 16 September 22

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજ્યગુરુએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયા અને માહિતી આપતા જણાવ્યું કે, 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. એલ ફેલ બોલી અને બદનામ કરવાની એમની આદતને લઈ ભ્રષ્ટાચારને વચ્ચે લઈ, 27 વર્ષથી કોંગ્રેસની નબળાઈના જોરે સરકાર ચલાવી છે. વધુમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું કે, આ વખતે ભાજપ આમ આદમી પાર્ટીનું જોર જોઈ રહી છે અને ડરી રહી છે. અમારા મનોજ સોરઠીયા ઉપર જીવલેણ પ્રહાર કર્યા અને અમારા કોર્પોરેટર ઉપર પણ જીવ લઈને પ્રહાર કર્યા. એવી જ રીતે ગઈકાલે અમારા ગેરેન્ટી કાર્ડના કેમ્પ ઉપર પણ પ્રહાર કરાયા. ટૂંકમાં ભારતીય જનતા પાર્ટી અલગ અલગ પ્રકારના પ્રહાર કરીને આમ આદમી પાર્ટીને રોકવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ તેમના બધા પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા છે.

વધુમાં ઈન્દ્રનીલ રાજગુરુ એ જણાવ્યું કે, બધા કર્મચારીઓ ગુજરાતમાં આ સરકારના શાસનથી ખૂબ જ થાકી ગયા છે. એ સનદિન અધિકારીઓ પર દબાણની રાજનીતિના ભાગરૂપે નિવૃત્ત સનદી અધિકારીઓની આડમાં આમ આદમી પાર્ટીને ગુજરાતમાં સરકાર બનાવવાથી રોકી નથી શકાતી અને એમણે હવે સમજાઈ ગયું છે કે રોકી નહીં શકાય. વધુમાં ઇન્દ્રનીલ રાજગુરુ એ જણાવ્યું કે, ત્યારે એ પૂર્વ સનદી અધિકારીઓ દ્વારા આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરવા સુધીની માનસિકતા સીધી આ ભાજપ પહોંચ્યું છે. હું ફરીથી કહેવા માગું છું કે આ લોકશાહીમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજી નો શ્રેષ્ઠ વિકલ્પ જનતાને મળ્યો છે. ત્યારે એમના બધા જ પ્રયત્નો નિષ્ફળ જવાના છે અને માન્યતા રદ કરવાથી વાત પણ રેવડીની જેમ જ નિષ્ફળ જશે.

પોતાની ચૂંટણી લડવા અંગે ઇન્દ્રનીલ રાજગુરુ એ જણાવ્યું કે, એક ઉમેદવાર તરીકે મારા નામની ચર્ચાઓ થાય એ સ્વાભાવિક વાત છે. પરંતુ અત્યાર સુધી પાર્ટીએ આ બાબતને લઈને કોઈ નિર્ણય લીધો નથી. જો અમારી પાર્ટી કઈ છે તો હું લડીશ બાકી મારી ચૂંટણી લડવાની પણ કોઈ ઈચ્છા નથી. ભારતીય જનતા પાર્ટીને સત્તા હટાવવા અને આમ આદમી પાર્ટીની સત્તા લાવવા માટે હું મારું યોગ્ય યોગદાન આપીશ. હું લોકોની મદદ કરવા માગું છું અને એટલા માટે ચૂંટણી ન લડવી એ મારો અંગત નિર્ણય છે. પરંતુ આગામી સમયમાં પાર્ટી જે છેલ્લો નિર્ણય લેશે તે હું માન્ય રાખીશ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરવામાં આવે, એવું કોઈ કામ અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ કર્યું નથી: ઇન્દ્રનીલ રાજગુરુ"

Leave a comment

Your email address will not be published.


*