ખેતરમાં કામ કરતા એક યુવકને લાગ્યો જબરદસ્ત કરંટ, યુવકનું કરુણ મૃત્યુ – પરિવારમાં માતમ છવાઈ ગયો…

Published on: 11:29 am, Sat, 30 April 22

શુક્રવારના રોજ બનેલી એક દુઃખના એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ખેતરમાં કામ કરતી વખતે એક યુવકને કરંટ લાગ્યો હતો. આ કારણોસર યુવકનું કરુણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટનાની જાણ થતા ગામના લોકો યુવકને બચાવ આ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

કરંટ લાગે બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 32 વર્ષીય પ્રદીપ નામના યુવકનું કરુણ મૃત્યુ થયું છે. પ્રદીપ એક ખેતરમાં ખેતી કામ કરતો હતો.

રાબેતા મુજબ પ્રદીપ સવારે ખેતરમાં ખેતીકામ કરવા માટે પહોંચ્યો હતો. ત્યારે થોડીક વાર પછી એક યુવક પ્રદીપ ના ઘરે આવ્યો અને કહ્યું કે પ્રદીપને વીજ કરંટ લાગ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ પ્રદીપના પરિવારજનો અને ગામના લોકો ખેતરમાં પહોંચી આવ્યા હતા.

પ્રદીપ ને બચાવવા માટે લગભગ અડધો કલાક સુધી ગામના લોકોએ પ્રદીપને એ ખાડાની અંદર બેસાડી રાખ્યો. ત્યારબાદ પ્રદીપને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ ત્યાં હાજર તબીબે પ્રદીપને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે પ્રદીપના મૃતદેહને કબજે લઇને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. જવાન જોધ દીકરાનું મૃત્યુ થતાં પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેતરમાં કામ કરતા એક યુવકને લાગ્યો જબરદસ્ત કરંટ, યુવકનું કરુણ મૃત્યુ – પરિવારમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*