25 વર્ષના યુવકે સુસાઇડ નોટમાં ” I LOVE YOU MOM” લખીને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના

Published on: 11:08 am, Sat, 30 April 22

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે એક 25 વર્ષના યુવકે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ સાંજે બે દિવસ જૂનું એક યુવકનું મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યું હતું. સાથે યુવક પાસેથી એક સુસાઈડ નોટ અને કેટલીક સલ્ફાસની ગોળીઓ મળી આવી હતી.

યુવકે સુસાઇડ નોટમાં ગામના ત્રણ યુવકો પર બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત યુવકે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, હું તને યાદ કરું છું. આઇ લવ યુ મમ્મી. મળતી માહિતી અનુસાર 29 એપ્રિલના રોજ સાંજે 4 વાગ્યાની આસપાસ એક ખેતરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યું હતું.

ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ ભગીરથ હતું, તેની ઉંમર 25 વર્ષની હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા યુવકના કપડાની તલાશી લીધી હતી. ત્યારે કપડા માંથી એક સુસાઈડ નોટ અને કેટલીક સલ્ફાસની ગોળીઓ મળી આવી હતી.

ભગીરથે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ગામ સેવક પ્રકાશ નામના યુવક પાસે તેનો વિડિયો છે. તે વીડિયોના આધારે રોજ મને બ્લેકમેલ કરે છે. અને તેની સાથે મળેલા બે યુવકો મારી પાસે પાંચ હજાર રૂપિયાની માંગણી કરે છે. ત્રણેય યુવકો મને ખૂબ જ પરેશાન કરતા હતા.

જેથી એવું પોતાનું જીવન ટૂંકાવી રહ્યો છું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવકના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.

ભગીરથ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, પ્રકાશ નામના યુવકના કારણે હું પોતાનું જીવન ટુંકાવ્યું છું. આ માટે અન્ય કોઈ દોશી નથી. હું મારા તમામ પરિવારના સભ્યોને ખૂબ જ યાદ કરું છું. લવ યુ મમ્મી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "25 વર્ષના યુવકે સુસાઇડ નોટમાં ” I LOVE YOU MOM” લખીને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*