બાઈક પર જઇ રહેલા પિતા અને દિકરીને બસે લગાવી જબરદસ્ત ટક્કર, પિતાની નજર સામે દીકરીનું મૃત્યુ – જુઓ અકસ્માતનો CCTV

Published on: 11:46 am, Sat, 30 April 22

હાલમાં બનેલી રૂવાટા ઉભા કરી દેનારી અકસ્માત ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. આ અકસ્માતની ઘટના છતીસગઢના નવા રાયપુરમાં બની હતી. એક બસચાલકે બાઇક પર જઇ રહેલા પિતા અને દિકરીને જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટનામાં પિતાની નજર સામે દીકરીનું કરુણ મૃત્યુ થયું હતું.

અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર પિતા અને દિકરી બાઇક પર જઇ રહ્યા હતા, ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતી બસે તેમને અડફેટેમાં લીધા હતા. આ ઘટનામાં પિતા ફંગોળાઈને દૂર પડ્યા હતા.

જ્યારે દીકરી પરથી બસ પસાર થઇ ગઇ હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ બસ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પરંતુ ત્યારબાદ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે બસ જપ્ત કરીને ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો છે. મળતી માહિતી અનુસાર રુકમણી નામની યુવતી પોતાના પિતા સાથે સેક્ટર 27 મોટાભાઈ નેમનના ઘરે આવી હતી.

લગભગ ગુરુવારે છ વાગ્યાની આસપાસ પિતા અને દિકરી બાઈક પર માર્કેટ જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન દીનદયાળ ઉપાધ્યાય ચોક પાસે તેઓ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતી એક બસ પિતા અને પુત્રીને અડફેટેમાં લીધા હતા.

આ ઘટનામાં રુકમણીના પિતા દૂર જઈને પડ્યા હતા. જ્યારે રુકમણીના શરીર પરથી બસ પસાર થઇ ગઇ હતી. આ કારણોસર રુકમણીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર બસ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પરંતુ તેને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બાઈક પર જઇ રહેલા પિતા અને દિકરીને બસે લગાવી જબરદસ્ત ટક્કર, પિતાની નજર સામે દીકરીનું મૃત્યુ – જુઓ અકસ્માતનો CCTV"

Leave a comment

Your email address will not be published.


*