બાઈક લઈને ઘરે પરત ફરી રહેલા યુવકને રસ્તામાં નડ્યો ગંભીર અકસ્માત, યુવકનું મૃત્યુ થતાં પરિવાર આર્થિક રીતે ભાંગી પડ્યું…

Published on: 3:38 pm, Sat, 9 April 22

આજકાલ માર્ગ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તમે ઘણા એવા અકસ્માતના કિસ્સાઓ સાંભળ્યા છે. જેમાં એક જ ક્ષણમાં આખું પરિવાર વિખેરાઈ જાય છે. ત્યારે હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના બિહારના ભાગલપુરના જમુઈમાં બની હતી.

આ ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ વ્યક્તિના મૃત્યુ થવાના કારણે પરિવારનો આર્થિક સહારો છીનવાઇ ગયો છે. મળતી માહિતી અનુસાર ચંદ્રમંડીહ વિસ્તારના જામા ઢોલા ગામના રહેવાસી અશોક નામના વ્યક્તિનું આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના રવિવારના રોજ રાત્રે બની હતી. અશોક પોતાની બાઇક લઇને બહાર ગામથી ઘરે આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેની બાઈકને એક અજાણ્યા વાહનચાલકે જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં અશોક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલા અશોકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા અશોકના સંબંધીઓ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. અશોકને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે પટના રીફર કરવામાં આવ્યો હતો.

ત્યાં સારવાર દરમિયાન અશોકની તબિયત વધુ બગડી ગઈ હતી. આ કારણોસર બુધવારના રોજ તેનું કરૂણ મૃત્યુ થયું હતું.  અશોકના મૃત્યુના કારણે પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો છે. અશોક પરિવારનો માત્ર એક એવો દીકરો હતો. જે મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અશોકનું મૃત્યુ થતાં તેનો પરિવાર આર્થિક રીતે ભાંગી પડયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બાઈક લઈને ઘરે પરત ફરી રહેલા યુવકને રસ્તામાં નડ્યો ગંભીર અકસ્માત, યુવકનું મૃત્યુ થતાં પરિવાર આર્થિક રીતે ભાંગી પડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*