જિંદગીની પરીક્ષાનો અંતિમ દિવસ : બોર્ડની અંતિમ પરીક્ષા આપવા જઈ રહેલી ધોરણ 10 ની વિદ્યાર્થીની સાથે થયું એવું કે, વિદ્યાર્થીનીનું કરૂણ મૃત્યુ…

Published on: 3:59 pm, Sat, 9 April 22

સુરતના ભેસાણ રોડ પર આજરોજ સવારે બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ધોરણ 10ની એક વિધાર્થીનું કરૂણ મૃત્યુ થયું છે. ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી મુજબ વિદ્યાર્થીની આજરોજ સવારે પોતાની બોર્ડની પરીક્ષાનું છેલ્લું પેપર આપવા માટે પોતાના માસાની સાથે બાઇક પર જતી હતી.

ત્યારે ભેસાણ રોડ પર એક બેકાબૂ બનેલા ટ્રકે તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં વિદ્યાર્થીની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ કારણોસર તેનું કરૂણ મૃત્યુ થયું છે. તેના માણસા ઇજાગ્રસ્ત થયા હતા તેમને જાગ્રત હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દીકરી નું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મૃત્યુ પામેલી દીકરીનું નામ પ્રગતિ નીતિનભાઈ સદાશિવ હતુ. તેની ઉંમર 16 વર્ષની હતી. તે ધોરણ-10માં અભ્યાસ કરતી હતી. આજરોજ વિદ્યાર્થીનીનું હિન્દીનું છેલ્લું પેપર હતું. સવારે પ્રગતિના માસા પ્રગતિને પરીક્ષાના સ્થળે મૂકવા જઈ રહ્યા હતા.

ત્યારે તેમની બાઇકને એક બેકાબૂ ટ્રકે જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં 16 વર્ષની પ્રગતિનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે પ્રગતિના માસા છનાભાઈને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રગતિ નું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માત બન્યા બાદ ચાલક ઘટના સ્થળેથી ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો. બોર્ડની પરીક્ષાનું છેલ્લું પેપર જિંદગીની પરીક્ષાનો અંતિમ દિવસ બની ગયો. પ્રગતિના મૃત્યુના કારણે માતા પિતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી રહ્યા છે. ઉપરાંત પરિવારજનોની આંખમાં પણ આંસુ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જિંદગીની પરીક્ષાનો અંતિમ દિવસ : બોર્ડની અંતિમ પરીક્ષા આપવા જઈ રહેલી ધોરણ 10 ની વિદ્યાર્થીની સાથે થયું એવું કે, વિદ્યાર્થીનીનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*