બાઈક લઈને ગામડે જઈ રહેલા યુવકને પુરપાટ ઝડપે જતા ટ્રકે પાછળથી લગાવી જબરદસ્ત ટક્કર, યુવકનું ઘટનાસ્થળે મૃત્યુ…

Published on: 11:34 am, Sat, 4 June 22

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ બપોરે બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના નેશનલ હાઈવે 52 પર બની હતી. અહીં પુરપાટ ઝડપે જતા એક ટ્રકે બાઈક સવાર યુવકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ અકસ્માતની ઘટનામાં બાઇક સવાર યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના કર્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અકસ્માતની ઘટનામાં 27 વર્ષીય સોનુ રાયગર નામના યુવકનું કરુણ મૃત્યુ નીપજયું હતું. સોનુ બાઇક લઇને તેના ગામ પ્રેમનગર જઈ રહ્યો. આદમ રસ્તામાં પુરપાટ ઝડપે આવતા એક ટ્રકે પાછળથી બાઈકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરાર થઇ ગયેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!