બોયફ્રેન્ડે ભાગીને લગ્ન કરવાની ના પાડી દીધી, ત્યારે 22 વર્ષની યુવતીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના…

Published on: 12:02 pm, Sat, 4 June 22

સમગ્ર દેશભરમાં જીવન ટૂંકાવવાના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે. ત્યારે શુક્રવારના રોજ એક યુવતીએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ ઘટના બનતા જ ભારે ચકચાર મચી ગઇ હતી. સમગ્ર ઘટનાને લઇને યુવતીના પિતાએ પોતાની દીકરીના મૃત્યુ પાછળ તેના બોયફ્રેન્ડને જવાબદાર ગણાવ્યો છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના શિવપુરી શહેરના ભૌતિક વિસ્તારમાં બની હતી. અહીં રહેતી 22 વર્ષીય રેણુ રાઠોડ નામની યુવતીએ શુક્રવારના રોજ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. મૃત્યુ પામેલી યુવતીના પિતાએ જણાવ્યું કે, તેની દીકરીનું છેલ્લા 8 વર્ષથી કપિલ નામના યુવક સાથે અફેર હતું.

મળતી માહિતી અનુસાર બંનેના સંબંધની બંનેના પરિવારજનોને જાણ હતી. રેણુના પિતાએ જણાવ્યું કે, અમે દીકરીને ઘણી વખત કપિલ સાથે સંબંધો ખતમ કરવાનું કહ્યું હતું, પરંતુ તે કપિલના પ્રેમમાં પાગલ હતી. વધુમાં રેણુના પિતાએ જણાવ્યું કે, જ્યારે અમે દીકરીને સમજાવી ત્યારે તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો તે લગ્ન કરશે તો કપિલ સાથે જ કરશે.

ત્યારબાદ દિકરીનો પરિવાર દીકરીની આ વાત સાથે સહમત થઈ ગયું હતું. ત્યારબાદ રેણુના પિતાએ બંનેના સંબંધો વિશે કપિલના પિતા અને ભાઈ સાથે વાતચીત કરી હતી. જાતિના કારણે કપિલના પરિવારના લોકો લગ્ન માટે સહમત ન હતા. કપિલના પરિવારના લોકોએ રેણુનાં પિતાને જણાવ્યું હતું કે, જો તમારી દીકરી લગ્ન કરીને અમારા ઘરે આવશે તો અમે તેનો જીવ લઈ લેશું અથવા તો અમારા દિકરાનો જીવ લઇ લેશે.

કપિલના પરિવારના લોકો કોઇપણ સંજોગોમાં આ લગ્ન કરવા ઇચ્છતા ન હતા.  ત્યારબાદ કપિલ અને રેણુને ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. શુક્રવારના રોજ બંને લગ્ન કરવાના હતા. ગુરૂવારના રોજ રેણુએ હાથ પર મહેંદી પણ લગાવી હતી. શુક્રવારના રોજ રેણું કપિલની રાહ જોતી રહી પરંતુ કપિલ આવ્યો નહીં.

કપિલે અને રેણુંને કહ્યું કે બે દિવસ બાદ ભાગી ને લગ્ન કરશો. દીકરીના પિતાએ જણાવ્યું કે, કપિલ સાથે લગ્નની રાહ જોઈ રહેલી દીકરી આટલી દુઃખી થઈ ગઈ કે તેને ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું. જ્યારે દીકરીએ ગળાફાંસો ખાધો ત્યારે માતા-પિતા ઘરની બહાર ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!