સુરતમાં હીરાના કારખાનામાં કામ કરનાર પાટીદાર યુવાનની દીકરીએ ધોરણ-12 કોમર્સમાં આટલા ટકા લાવીને, માતા-પિતાનું નામ રોશન કર્યું…

Published on: 11:09 am, Sat, 4 June 22

આજ રોજ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 કોમર્સના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું છે. ત્યારે મૂળ સૌરાષ્ટ્ર અને સુરતમાં રહેતા રત્નકલાકારની દીકરીએ પોતાની સફળતાથી માતા-પિતાનું નામ સમગ્ર ગુજરાતભરમાં રોશન કર્યું છે.

આ દીકરીનું નામ ગોપી વઘાસીયા છે. ગોપી વઘાસીયાને 12 કોમર્સમાં 96.28 ટકા સાથે A-1 ગ્રેડ મળ્યો છે. ગોપીની સફળતાના કારણે તેના પિતાનું ગૌરવ વધી ગયું છે. ગોપી વઘાસીયાએ જણાવ્યું કે, કોરોના કાળ દરમિયાન હોશિયાર વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવીને અરસ-પરસ ડાઉન કરીને ભારે મહેનત સાથે આ સફળતા મેળવી છે.

ગોપીને ભણવામાં તેના માતા-પિતાનો પુરો સપોર્ટ હતો. ગોપીના પિતા એક રત્નકલાકાર છે. ગોપી વઘાસીયા CA બનવા ઈચ્છે છે. કાળી મજૂરી કરનાર પિતાનું નામ આગામી સમયે રોશન થાય તે માટે ગોપી વઘાસીયા CA બનવા ઈચ્છે છે. ગોપી વઘાસીયાની માતા કૈલાસબેન સાત ધોરણ ભણેલા છે.

કૈલાસબેને પોતાના બંને બાળકોને ભણાવવા માટે ઘરે સિલાઈ કામ કરે છે. પિતાની ટૂંકી આવક હોવાના કારણે માતા પણ બાળકોના અભ્યાસ માટે પરિશ્રમ કરી રહે છે. ગોપી ભણવા માટે તેના માતા-પિતાએ દિવસ-રાત મહેનત કરી છે.  ગોપી આ સફળતા મેળવવા માટે રોજ આઠથી દસ કલાક મહેનત કરતી હતી.

ગોપી પિતાને કંઈક કરી બતાવવા માગતી હતી. તેથી ધોરણ 12ની પરીક્ષામાં ખૂબ જ મહેનત કરી હતી. ત્યારે આજરોજ ગોપીની મહેનત રંગ લાવી છે. ગોપીએ ધોરણ-12માં 96.28 સાથે A-1 ગ્રેડ મેળવીને પોતાના માતા-પિતાનું નામ રોશન કર્યું છે.

ગોપીએ કહ્યું કે, મારા પિતાએ મારા માટે ખૂબ જ મહેનત કરી છે, તેથી હું આગામી સમયમાં તેમને નિરાશ નહીં થવા દઉં. ગોપીને ભણતર માટે વઘાસીયા પરિવારનો પણ પૂરતો સપોર્ટ મળ્યો હતો. ગોપી નો મોટોભાઈ ગૌરવ પણ હોવાથી ગોપીને ભણતરમાં પરિવાર તરફથી પુરી મદદ મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!