પ્રેમિકા માટે એક યુવકે પોતાના મિત્રનો જીવ લઈ લીધો અને ત્યાર બાદ તેના મૃતદેહ સાથે કર્યું એવું કે – જાણો સમગ્ર ઘટના

Published on: 5:49 pm, Tue, 3 May 22

હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે પોતાના મિત્રનો જીવ લઈ લીધો છે. મિત્રનો જીવ લીધા બાદ યુવકે મિત્રના મૃતદેહને સળગાવી દીધું હતું. મળતી માહિતી અનુસાર 20 વર્ષીય પરમજીત નામના યુવકે 21 વર્ષીય દિપક યાદવ નામના યુવકનો જીવ લઈને તેનું મૃતદેહને સળગાવી દીધું હતું.

મળતી માહિતી અનુસાર દિપક યાદવ અને પરમજીત બંને મિત્રો હતા. મળતી માહિતી અનુસાર 12 એપ્રિલના રોજ પરમજીત એ દિપક યાદવને પોતાના ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ પરમજીતે ધારદાર વસ્તુ વડે દિપક યાદવના માથાના ભાગે પ્રહાર કરીને તેનો જીવ લઇ લીધો હતો.

એટલું જ નહીં પરંતુ પોતાના ઘરની બહાર ડુંગરા તરફ દિપક યાદવના મૃતદેહ લઈ ગયો અને ત્યારબાદ તેને સળગાવી દીધું હતું. દિપકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. તેની જાણ દીપકના પરિવારજનોને ન હતી. પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં દીપકના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે દીપકની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસે શોધખોળ દરમિયાન દીપકની કોલ ડિટેલ્સ કઢાવી હતી. તેમાં પોલીસને પરમજીત પર શંકા ગઈ હતી. પોલીસ કોલ ડિટેલ્સના આધારે એક યુવતીને મળી હતી. મળતી માહિતી મુજબ આ યુવતીને પરમજીત એ એક પત્ર આપ્યો હતો. આ પત્રની અંદર પરમજીત દિપકનું નામ લખ્યું હતું.

મળતી માહિતી અનુસાર યુવતીએ જણાવ્યું કે મને આ પત્ર પરમજીતે આપ્યો છે. પત્રના આધારે પોલીસ પરમજીત સુધી પહોંચી ગઈ હતી અને કડક પૂછપરછ દરમિયાન પરમજીતે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, દીપકનું પરમજીતની ગર્લફ્રેન્ડ સાથે અફેર હતું. આ વાતની પરમજીતને જાણ થતા પરમજીત ખૂબ જ ઉશ્કેરાઈ ગયો હતો અને તેને દિપકનો જીવ લઈ લીધો અને ત્યાર બાદ તેના મૃતદેહને સળગાવી દીધું હતું.

પરમજીતે યુવતીને આપેલા પત્રમાં લખ્યું હતું કે, મારી આદત ખરાબ છે કે હું મારા હાથ પગ નથી તોડતો, પરંતુ જ્યારે મને તક મળી ત્યારે હું જીવતો સળગાવી દઉં છું. મિત્રતામાં ગદ્દારી કરનારને હું જરાક પણ છોડતો નથી. જો તારે તેની પાસે જવું હોય તો જા તને પછી ખૂબ જ દુઃખ થશે. વિશ્વાસ ના આવતો હોય તો જોઈ લેજે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પ્રેમિકા માટે એક યુવકે પોતાના મિત્રનો જીવ લઈ લીધો અને ત્યાર બાદ તેના મૃતદેહ સાથે કર્યું એવું કે – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*