યુવક કુહાડી લઈને પોતાની પત્ની અને 4 મહિનાની દીકરી પર તૂટી પડ્યો… બંનેનો જીવ લીધા બાદ કંઈક એવું કર્યું કે… ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

Published on: 3:29 pm, Mon, 20 March 23

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ પોતાની પત્ની અને ચાર મહિનાની દીકરી સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને રૂવાડા બેઠા થઈ જશે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો રવિવારના રોજ મોદી રાત્રે એક યુવકે પોતાની પત્ની અને 4 મહિનાની માસુમ દીકરીનો જીવ લઈ લીધો હતો અને ત્યારબાદ પોતે સુસાઇડ કરી લીધું હતું.

મળતી માહિતી અનુસાર ઘરમાંથી પત્ની અને દીકરીનું મૃતદેહ જમીન પર પડેલી હાલતમાં મળી આવ્યું હતું અને બંનેના શરીર ઉપર ધારદાર વસ્તુ વડે ઘા કર્યા હોય તેના નિશાન પણ હતા. જ્યારે મૃત્યુ પામેલા યુવકનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું. આ દ્રશ્યો એટલા ભયાનક હતા કે ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પણ હચમચી ગઈ હતી.

આ કાળજુ કંપાવી દેનારી ઘટના ઉત્તર પ્રદેશમાં રવિવારના રોજ બની હતી. મળતી માહિતી અનુસાર યુવકના માતા-પિતા રાત્રિના સમયે ઘરે પહોંચ્યા હતા. બંને ઘરના દરવાજા ખખડાવ્યા પરંતુ કોઈએ ઘરનો દરવાજો ખોલ્યો નહીં. લાંબા સમય સુધી ઘરનો દરવાજો ખોલ્યો નહીં તેથી તે લોકોને શંકા ગઈ હતી. ત્યારબાદ પડોશી ને બોલાવીને આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

ત્યાર પછી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઘરનો દરવાજો દોડીને અંદર પ્રવેશ મળ્યો હતો. ત્યારે અંદરથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ મોહનકુમાર હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી. મોહન કુમારની પત્નીનું નામ સીમા હતું અને તેની ઉંમર 30 વર્ષની હતી. મૃત્યુ પામેલી દીકરીનું નામ હજુ સુધી સામે આવ્યું નથી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે મોહન કુમારે સૌપ્રથમ પોતાની પત્ની અને દીકરીનો જીવ લઇ લીધો અને ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હશે. હાલમાં સમગ્ર ઘટના ને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે છેલ્લા બે વર્ષથી મોહન કુમારની માનસિક સ્થિતિ સારી ન હતી. તે પોતાની પત્ની સાથે અવારનવાર ઝઘડા કરતા રહેતો હતો.

મોહન કુમારે આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે મોહનકુમાર માનસિક રીતે બીમાર હતો અને જેના કારણે તેને આ પ્રકારનું પગલું ભર્યું છે. હાલમાં તો પોલીસે ત્રણેયના મૃતદેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "યુવક કુહાડી લઈને પોતાની પત્ની અને 4 મહિનાની દીકરી પર તૂટી પડ્યો… બંનેનો જીવ લીધા બાદ કંઈક એવું કર્યું કે… ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*