વીજળી પડવાના LIVE દ્રશ્યો કેમેરામાં કેદ થયા..! ડાંગમાં બાઇક સવાર યુવક પર અચાનક જ જોરદાર વીજળી પડતા…જુઓ વીજળી પડવાના ભયાનક દ્રશ્યો…

Published on: 1:09 pm, Mon, 20 March 23

મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. ઉનાળાની ઋતુમાં રાજ્યના ઘણા એવા વિસ્તાર છે. જ્યાં ચોમાસાનો અનુભવ થઈ રહ્યો છે. અનેક જગ્યાએ તો ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે અમે તમને રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદના કારણે બનેલી ઘટનાના સમાચાર આપવાના છે.

સૌપ્રથમ વાત કરીએ તો ડાંગમાં બનેલી એક વીજળી પડવાની ઘટના સામે આવી રહી છે. બે-ત્રણ દિવસ પહેલા ડાંગમાં બાઇક લઈને જતાં યુવક પર અચાનક જ જોરદાર વીજળીનો કડાકો પડ્યો હતો. વીજળીનો કડાકો પડતા જ યુવકનું દર્દનાક મોત થયું છે. ત્યારે દાહોદ જિલ્લામાં પડેલી વીજળીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અને તેનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મિત્રો તમને જણાવી દે કે દાહોદ જિલ્લામાં ચાર જગ્યાએ વીજળી પડવાની ઘટનામાં મહિલા સહિત બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત ગરબાડા તાલુકામાં પણ વીજળી પડવાની ઘટના સામે આવી હતી અને રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે.

મિત્રો બે ત્રણ દિવસ પહેલા ની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં અચાનક જ વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો અને અનેક વિસ્તારોમાં હતો ધોધમાર વરસાદ પણ પડ્યો હતો. ત્યારે દાહોદમાં એક વીજળી પડવાની ઘટના બની હતી અને આ ઘટનાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, અચાનક જ વીજળીનો જોરદાર કડાકો જમીન પર પડે છે. વીજળીનો કડાકો એટલો જોરદાર હતો કે તેનો ખૂબ જ મોટો અવાજ પણ આવ્યો હતો. આ ડરામણા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા હાલમાં વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે. મિત્રો ગુજરાત રાજ્યમાં ઉનાળાની ઋતુમાં ચોમાસા જેવું વાતાવરણ થતાં જ ખેડૂતો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા છે અને ઘણા વિસ્તારોમાં તો ખેડૂતોને કમોસમી વરસાદના કારણે પાકમાં ઘણું બધું નુકસાન પણ થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વીજળી પડવાના LIVE દ્રશ્યો કેમેરામાં કેદ થયા..! ડાંગમાં બાઇક સવાર યુવક પર અચાનક જ જોરદાર વીજળી પડતા…જુઓ વીજળી પડવાના ભયાનક દ્રશ્યો…"

Leave a comment

Your email address will not be published.


*