ખતરનાક કિંગ કોબ્રા સાપ સાથે રમતા યુવકને મળ્યું કરુણ મોત, સાપે કંઈક એવું કર્યું કે… જુઓ મૃત્યુ પહેલાનો વિડીયો…

Published on: 2:52 pm, Wed, 8 March 23

સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. મિત્રો તમે ઘણા એવા લોકોને જોયા હશે જેવો ખતરનાક પ્રાણીઓ સાથે નતનવી હરકતો કરતા હોય છે. પરંતુ અમુક વખત તેમને આવી હરકત કરવી ભારે પડી જતી હોય છે.

ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં કિંગ કોબ્રા સાપ સાથે રમત રમવી એક યુવકને ભારે પડી ગઈ છે. રમતા રમતા અચાનક જ યુવક સાથે કંઈક એવું બન્યું કે તેનું મૃત્યુ થઈ ગયું હતું. ઘટનાનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઘટનાનો વાયરલ થઈ રહેલો વિડિયો બિહારના નવાડા માંથી સામે આવી રહ્યો છે. અહીં એક ખતરનાક કિંગ કોબ્રા સાપ સાથે રમત રમવી એક યુવકને ભારે પડી ગઈ હતી. યુવક જ્યારે સાપ સાથે રમત રમી રહ્યો હતો. ત્યારે સાપે તેને જોરદાર ડંખ લગાવ્યો હતો. જેના કારણે યુવકનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર યુવક કોબ્રા સાપને પકડીને અલગ અલગ પ્રકારના ખેલ બતાવી રહ્યો હતો. આટલો જ નહીં પરંતુ તે સાપને મોઢાને પણ ચુંબન કરતો હતો.

આ દરમિયાન સાપે યુવકને જોરદાર ડંખ લગાવ્યો હતો. જેના કારણે યુવકના શરીરમાં ઝેર ફેલાઈ ગયું હતું અને તેનું મૃત્યુ થઈ ગયું હતું. ઝેરીલા સાપ સાથે રમત રમતા યુવકનો વિડીયો પર સામે આવી રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

મૃત્યુ પામેલા યુવકનું નામ દિલીપકુમાર હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર તે સાપ પકડવાનું કામ કરતો હતો. ઘટનાના દિવસે તેને માહિતી મળી હતી કે એક ઘરમાં સાપ છે. જેથી તે તેને પકડવા માટે ત્યાં પહોંચી ગયો હતો. સાપને પકડ્યા બાદ તેને ખતરનાક સાફ સાથે રમત રમવાનું શરૂ કરી દીધું હતું.

આ દરમિયાન ખતરનાક સાપે તેને ડંખ માર્યો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોએ સાપને પકડીને એક બરણીમાં બંધ કરી દીધો હતો અને યુવકને સારવાર માટે તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખતરનાક કિંગ કોબ્રા સાપ સાથે રમતા યુવકને મળ્યું કરુણ મોત, સાપે કંઈક એવું કર્યું કે… જુઓ મૃત્યુ પહેલાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*