જન્મદિવસની પાર્ટીમાં ડાન્સ કરતા કરતા યુવકનું અચાનક થયું મૃત્યુ… જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…

Published on: 11:04 am, Sat, 3 September 22

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ ઘટનામાં જન્મદિવસની પાર્ટીમાં ડાન્સ કરી રહેલા એક યુવકનું અચાનક મૃત્યુ નીપજ્યું છે. ડાન્સ કરતો કરતો અચાનક યુવક જમીન પર ઢળી પડ્યો ત્યારે ત્યાં હાજર લોકોને એવું લાગ્યું કે તે નાટક કરી રહ્યો છે. પરંતુ ઘણો સમય થઈ ગયો છતાં પણ તે ઉભો ન થયો તેથી આસપાસના લોકો ત્યાં પહોંચ્યા હતા.

ત્યાં જઈને લોકોએ તપાસ કરી તો યુવક બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ લોકો તેને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બરેલીમાં બની છે. આ ઘટનાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે 45 વર્ષે પ્રભાત કુમાર નામના વ્યક્તિ ડાન્સ કરી રહ્યા છે. તેઓ પ્રભાત IVRI લેબમાં આસિસ્ટન્ટ ટેકનિકલ તરીકે પોસ્ટેડ હતા. આ લેબમાં તેઓ પ્રાણીઓનું પોસ્ટમોર્ટમ કરતા હતા. ગુરૂવારના રોજ રાત્રે પ્રભાત એક હોટલમાં જન્મદિવસની પાર્ટીમાં ગયા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે પ્રભાતને ડાન્સ કરવાનો ખૂબ જ શોખ હતો. જન્મદિવસની પાર્ટીમાં તેના મિત્રોએ પ્રભાતને તેના મનપસંદ સોંગ પર ડાન્સ કરવાની વિનંતી કરી હતી. ત્યારબાદ પ્રભાત સોંગ પર ડાન્સ કરવા લાગ્યો હતો. લગભગ એક મિનિટ સુધી પ્રભાતે ડાન્સ કર્યો અને ત્યારબાદ તે અચાનક જમીન પર ઢળી પડ્યો હતો.

બધાને પહેલા એવું લાગ્યું કે પ્રભાત નાટક કરી રહ્યો છે. પરંતુ ઘણો બધો સમય વીતી ગયો પણ પ્રભાત તેના જગ્યાએથી હલ્યો નહીં. તેથી આસપાસના લોકો અને તેના મિત્રો ત્યાં દોડી આવ્યા હતા. તેમને ત્યાં જઈને જોયું તો પ્રભાત બેભાન થઈ ગયું હતું.

તેથી લોકો તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા ત્યારે હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર પ્રભાતનું મૃત્યુ હાર્ટ એટેક આવવાના કારણે થયું છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જન્મદિવસની પાર્ટીમાં ડાન્સ કરતા કરતા યુવકનું અચાનક થયું મૃત્યુ… જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*