બાઈક સવાર યુવકનું ચાલુ ટ્રકના ટાયરની નીચે માથું આવી ગયું, પછી તો કંઈક એવો ચમત્કાર થયો કે… વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

Published on: 1:13 pm, Mon, 20 February 23

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત એવા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. જે આપણને જીવનમાં ઘણું બધું શીખવાડી જતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને તમને પણ સમજણ પડશે કે બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે.

આ વીડિયોમાં હેલ્મેટના કારણે ટ્રકની નીચે આવી ગયેલા એક યુવકનો જીવ બચી ગયો છે. મિત્રો તમારી આસપાસ ઘણા એવા લોકો હશે. જેવો બાઈક ચલાવતી વખતે બાઈક ચલાવતા હોય છે અને હેલ્મેટ પણ પહેરતા નથી. તેવા લોકોને આ વિડીયો જરૂર બતાવજો જેનાથી તે લોકો પણ બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રસ્તા પર એક મોટું કન્ટેનર જઈ રહ્યું છે. તેની પાછળ બે બાઈક ચાલતી જોવા મળી રહે છે. ત્યારે આગળ બાઈક ચલાવી રહેલો યુવક કન્ટેનરને ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન યુવક પોતાનું બેલેન્સ ગુમાવે છે. જેના કારણે ચાલતું કન્ટેનર યુવકના માથા ઉપરથી પસાર થઈ ગયું હતું.

જ્યારે કન્ટેનર યુવકના માથા ઉપરથી પસાર થયું ત્યારે એવું લાગી રહ્યું હતું કે યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હશે. પરંતુ યુવકે હેલ્મેટ પહેર્યું હતું આ કારણસર તેનો જીવ બચી ગયો છે. ખૂબ જ વજનદાર ટેન્કર યુવકના માથા ઉપરથી પસાર થઈ ગયું પરંતુ યુવકે હેલ્મેટ પહેર્યું હતું આ કારણોસર તેને કંઈ પણ થયું નથી. આ ઘટનામાં હેલ્મેટના કારણે યુવકનો ચમત્કારી બચાવ થયો છે.

આ ભયાનક દ્રશ્યો જોઈને અન્ય બાઇક ચાલકે પણ પોતાની બાઇક ઘટના સ્થળે ઊભી રાખી દીધી હતી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો ચોકાવનારો વિડીયો ટ્વીટર પર @ShockingClip નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

આ વિડીયો અત્યાર સુધીમાં એક લાખથી પણ વધારે લોકો એ જોયો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અને ઘણા લોકો તો કહી રહ્યા છે કે બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જરૂરી છે. એટલા માટે દરેક લોકોને એક સંદેશો આપવા માંગીએ છીએ કે બાઈક ચલાવતી વખતે હેલ્મેટ જરૂર પહેરજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક સવાર યુવકનું ચાલુ ટ્રકના ટાયરની નીચે માથું આવી ગયું, પછી તો કંઈક એવો ચમત્કાર થયો કે… વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*