ખજૂરભાઈએ પોતાની ભાવિ પત્ની મીનાક્ષી દવે સાથે મહાશિવરાત્રીની અનોખી ઉજવણી કરી..! બંને ભેગા મળીને માટીમાંથી શિવલિંગ બનાવી અને પછી… જુઓ આ ખાસ વિડિયો…

Published on: 12:54 pm, Mon, 20 February 23

તમને જણાવી દઈએ કે શનિવારના રોજ સમગ્ર દેશભરમાં મહાશિવરાત્રીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સેકડો શિવ ભક્તો ભગવાન અને ભોળાનાથની ભક્તિમાં લિંન થઈ ગયા હતા. મહાશિવરાત્રીની અનોખી ઉજવણીના કેટલાક ફોટા અને કેટલાક વિડિયો તમે સોશિયલ મીડિયા પર જોયા હશે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર મહાશિવરાત્રીની અનોખી ઉજવણી કરતા ખજૂરભાઈ અને તેમના ભાવિ પત્ની મીનાક્ષી દવેની કેટલીક તસ્વીરો અને વિડિયો વાયરલ થઈ રહ્યા છે. મહાશિવરાત્રીના દિવસે ખજૂર ભાઈ અને મીનાક્ષી દવેએ અનોખી રીતે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી હતી. જેનો એક વિડીયો મીનાક્ષી દવે ગઈકાલે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

જેમાં તમે જોઈ શકો છો કે મહાશિવરાત્રીના પાવનપર્વે મીનાક્ષી દવે માટીમાંથી ખૂબ જ સુંદર ભગવાન ભોળાનાથની શિવલિંગ બનાવી રહ્યા છે. સુંદર શિવલિંગ બન્યા બાદ મીનાક્ષી દવે અને ખજૂર ભાઈએ સજોડે ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખજૂરભાઈ પોતાની ભાવિ પત્ની મીનાક્ષી દવે સાથે મળીને ખૂબ જ અનોખી રીતે ભગવાન શિવની પૂજા કરી રહ્યા છે.

ઘરમાં જ ભગવાન શિવજીની પૂજા અર્ચના અને પ્રાર્થના કરી રહ્યા છે. તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ શિવભક્તોએ વિડિયોને ખૂબ જ પ્રેમ આપ્યો છે. ગયા વર્ષના અંતમાં ખજૂરભાઈની સગાઈ મીનાક્ષી દવે નામની જ્યોતિ સાથે થઈ હતી. સગાઈ થઈ ગયા બાદ મીનાક્ષીબેન દવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે.

તેઓ અવારનવાર ખજૂરભાઈ સાથેની કેટલીક તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતા હોય છે. જ્યારે ખજૂર ભાઈ પણ પોતાના સેવાકીય કામના કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ખજૂર ભાઈની વાત કરીએ તો ખજૂર ભાઈ તો લાખો ગુજરાતીઓના દિલમાં વસે છે.

 

View this post on Instagram

 

A post shared by Rx meenakshi dave (@meenakshi_dave_)

અત્યાર સુધીમાં ખજૂર ભાઈ સેકડો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને તેમના દુઃખ દૂર કર્યા છે. ખજૂર ભાઈના સેવાકીય કામના વખાણ કરો કેટલા ઓછા છે. હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે ખજૂર ભાઈ ક્યારે લગ્ન કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખજૂરભાઈએ પોતાની ભાવિ પત્ની મીનાક્ષી દવે સાથે મહાશિવરાત્રીની અનોખી ઉજવણી કરી..! બંને ભેગા મળીને માટીમાંથી શિવલિંગ બનાવી અને પછી… જુઓ આ ખાસ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*