પ્રેમી પંખીડાના સુસાઇડના એક વર્ષ બાદ, પરિવારના લોકોએ બંનેની પ્રતિમા બનાવીને કંઈક એવું કર્યું કે…જુઓ વાયરલ વિડિયો…

Published on: 4:07 pm, Thu, 19 January 23

ગુજરાતમાં બનેલો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાપીના છેવાડાના અંતરિયાળ નિઝર તાલુકાના નેવાળા ગામમાં એક વર્ષ પહેલા પ્રેમી પંખીડાઈ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. એક વર્ષ બાદ પરિવારના સભ્યોએ પ્રેમી પંખીડાની પ્રતિમા બનાવીને કંઈક એવું કર્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય.

આ કિસાની ચર્ચા હાલમાં આખા પંથકમાં ચાલી રહે છે. વિગતવાર વાત કરીએ તો એક વર્ષ પહેલા પરિવારજનોએ બંનેનો પ્રેમસંબંધ અસ્વીકાર કર્યો હતો. જેથી બંને પ્રેમી પંખીડાઓએ રાત્રે એક ઝાડની ડાળી પર દોરડા વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવનનું ટૂંકાવ્યું હતું.

બંને સાથે આ પગલું ભરીને એક જ સાથે દુનિયાને અલવિદા કીધી હતી. બંનેના મૃત્યુના એક વર્ષ બાદ પરિવારના લોકોએ મૃતક યુવક અને યુવતીની પ્રતિમા બનાવીને આદિવાસી રીતી રિવાજ મુજબ 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે લગ્ન વિધિ કરાવી દીધી છે. પ્રેમી પંખીડાના મૃત્યુ બાદ બંનેના લગ્ન થયા હોય તેઓ આ પહેલો કિસ્સો બન્યો છે.

પરિવારના લોકોએ બંનેની પ્રતિમા બનાવી અને ત્યારબાદ બંનેના લગ્ન કરાવ્યા હતા. જેનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. હાલમાં આ કિસ્સો સમગ્ર પથકના ચર્ચાનો વિષય બની ગયો છે.

બધાના મનમાં એક જ સવાલ છે કે, શા માટે બંનેના સુસાઇડના એક વર્ષ બાદ પરિવારના લોકોએ બંનેના પ્રતિમાના લગ્ન કરવા પડ્યા?  મળતી માહિતી અનુસાર ગણેશ પાંડવી અને રંજના પાંડવી નામના પ્રેમી પંખીડાઓએ એક વર્ષ પહેલા ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

બંનેનો આ પ્રેમ સંબંધ પરિવારના સભ્યોને અસ્વીકાર હતો જેના કારણે બંને આ પગલું ભર્યું હતું. બંનેના મૃત્યુના એક વર્ષ બાદ મૃત્યુ પામેલા યુવક અને યુવતીના પરિવારજનો અને ગામના લોકોએ મળીને બંનેની પ્રતિમા બનાવીને બંનેના રીતી રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ ઉપરાંત બંનેની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પ્રેમી પંખીડાના સુસાઇડના એક વર્ષ બાદ, પરિવારના લોકોએ બંનેની પ્રતિમા બનાવીને કંઈક એવું કર્યું કે…જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*