એક મહિલા એપાર્ટમેન્ટમાં નાસ્તાની લેવડ-દેવડ કરતી વખતે ગ્રીલ માંથી પડી ગઈ નીચે, મહિલાનું મૃત્યુ…

66

એક દુઃખદાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ ઘટના નવસારી શહેરમાં આવેલા રાજહંસ કોરલ એપાર્ટમેન્ટની છે. મળતી માહિતી મુજબ એક જ એપાર્ટમેન્ટમાં માતા અને દીકરીનું પરિવાર બાજુબાજુમાં રહેતું હતું. બાજુમાં દીકરી હોવાના કારણે બંને વચ્ચે વસ્તુઓની આપ-લે સતત થતી રહેતી હતી.

ત્યારે એક દિવસ માતા પોતાની દીકરીને નાસ્તો આપવા જતી હતી ત્યારે અચાનક ગ્રીલ માંથી નીચે પડી ગઈ હતી અને માતાનું મૃત્યુ થઈ ગયું હતું.

મળતી માહિતી મુજબ એપાર્ટમેન્ટની D-વિંગમાં એમની દીકરી અંકિતા રહે છે. બન્ને પરિવાર સામે રહેતા હતા તે માટે ખાદ્ય પદાર્થ અને નાસ્તાની આપ-લે દોરડા વડે કરતા હતા.

ત્યારે એક દિવસ માતા નાસ્તાની આપ-લે કરતી વખતે એપારમેન્ટ માંથી દસમા માળેથી નીચે પડી ગઈ હતી. અને ઘટના સ્થળે જ માતાનું મૃત્યુ થઈ ગયું હતું. મહિલાનો અવાજ સાંભળતા સ્થાનિક લોકો તાત્કાલિક નીચે પહોંચ્યા હતા.

ત્યારબાદ સ્થાનિક લોકોએ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. અને મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

મહિલાનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. દીકરીની નજર સામે માતા દસમા માળેથી નીચે પડી ગઈ. એટલા જ માટે કોઇ પણ વખત જ્યારે એપાર્ટમેન્ટ ફ્લેટ ની ગ્રીલ માં જાઓ ત્યારે સંભાળીને ત્યાં રહેવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!