આ વ્યક્તિએ કોઈ પણ કારણ વગર પોતાનો જીવ ટુંકાવ્યો, તેની પાસેથી મળેલી ચીઠ્ઠી પરિવારે વાંચી તો પરિવારના દરેક લોકો થઈ ગયા ભાવુક

82

દરેક લોકોના જીવનમાં સુખ દુખ આવતા હોય છે. પરંતુ ઘણા લોકોના જીવનમાં જ્યારે દુઃખ આવે છે ત્યારે તેઓ હિંમત હારી જાય છે અને પોતાનો જીવ ટૂંકો કરવાનું પગલું ભરે છે. ત્યારે તે દુઃખદાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના છત્તીસગઢના બેમેતરાની છે.

અહીં એક વ્યક્તિએ નદીમાં કૂદીને પોતાનો જીવ ટૂંકો કર્યો હતો. મળતી માહિતી મુજબ આ વ્યક્તિનું નામ સુદર્શન પ્રસાદ હતું. આ વ્યક્તિ એક દિવસ પહેલાં જ સવારના સમયે ટેમરી ગામમાં નીકળતી શિવનાથ નદીમાં કૂદીને પોતાનો જીવ ટૂંકો કર્યો હતો.

આ ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. અને નદીમાં ડૂબેલા યુવકનો મૃતદેહ ને શોધવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની તપાસમાં પોલીસને એક ડાયરી મળી હતી.

તેમાંથી મૃત્યુ પામેલા યુવકની ઓળખ કરવામાં આવી હતી. તે ડાયરીમાં લખ્યું હતું કે મેં આ પગલું ભર્યું છે તેની પાછળ કોઇ જવાબદાર નથી.

એમાં કોઈ બીજું કારણ નથી. આવકાર લખ્યું હતું કે મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો. પોલીસ દ્વારા યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.

અને ત્યારબાદ તેને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. વ્યક્તિના મૃત્યુ ની પરિવારને જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!