પાણીમાં માલઢોર ને બચાવવા જતાં આ તરુણો પાણીમાં ડૂબતા થયું મૃત્યુ, અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચઢયું

90

અત્યાર સુધીમાં નદીમાં ડુબવા ના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હશે. ત્યારે હાલમાં તેવી એક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના મેંદરડા-સાસણ માંથી મધુવંતી ડેમની છે. મધુવંતી ડેમમાં બે બાળકો ડૂબી જવાના કારણે તેમના મૃત્યુ થયા છે.

મળતી માહિતી અનુસાર 2 બાળકો માલઢોર ચરાવવા માટે જાય છે. મળતી માહિતી મુજબ બંને બાળકોના માલઢોર ડેમના પાણીમાં ઉતરી જતા બંને તેને બહાર કાઢવા માટે પાણીમાં ઉતર્યા હતા.

ત્યારે પાણી ઊંડુ હોવાના કારણે બંને બાળકો પાણીમાં ડૂબી જાય છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 12 વર્ષીય રવિ કરસનભાઈ ગુજરીયા અને 15 વર્ષીય કાના રૂડાભાઈ લાલુંનું બપોરે ડેમમાં ડૂબવાના કારણે મૃત્યુ થયું છે.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચે આવી હતી. આ ઉપરાંત ઘટનાની જાણ થતા જુનાગઢની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ફાયર બ્રિગેડની ટીમ દ્વારા એક બાળકના મૃતદેહને 1.00 વાગે અને બીજા બાળકના મૃતદેહને 2.45 વાગે ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ બંને બાળકોને મૃતદેહને બહાર આવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની તેમના પરિવારને જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!