ઘઉંના ભાવમાં ઉછાળો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર, આટલા રૂપિયાને પાર પહોંચ્યો ભાવ…

Published on: 12:03 pm, Mon, 21 March 22

આ વર્ષે ગયા વર્ષ કરતાં ખેડૂતોને મોટેભાગના ભાગ ખૂબ જ સારા મળી રહ્યા છે. ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું હતું. પરંતુ માર્કેટયાર્ડમાં પાકના ભાવ સારા મળવાના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. ત્યારે ઘઉંના ભાવ ની વાત કરીએ ઘઉંના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

ઘઉંનો ભાવ 2570 રૂપિયાને પાર પહોંચી ગયો છે. અમરેલી માર્કેટયાર્ડના ઘઉંનો મહત્તમ ભાવ 2375 રૂપિયા નોંધાયો છે. અમરેલી માર્કેટયાર્ડમાં ઘઉંનો સરેરાશ ભાવ 2375 રૂપિયા નોંધાયો છે. બનાસકાંઠા માર્કેટયાર્ડના ઘઉંનો મહત્તમ ભાવ 2370 રૂપિયા નોંધાયો છે. બનાસકાંઠા માર્કેટયાર્ડમાં ઘઉંનો સરેરાશ ભાવ 2025રૂપિયા નોંધાયો છે.

બગસરા માર્કેટયાર્ડના ઘઉંનો મહત્તમ ભાવ 2530 રૂપિયા નોંધાયો છે. બગસરા માર્કેટયાર્ડમાં ઘઉંનો સરેરાશ ભાવ 2260 રૂપિયા નોંધાયો છે. દાહોદ માર્કેટયાર્ડના ઘઉંનો મહત્તમ ભાવ 2380 રૂપિયા નોંધાયો છે. દાહોદ માર્કેટયાર્ડમાં ઘઉંનો સરેરાશ ભાવ 2300 રૂપિયા નોંધાયો છે.

ક્ડી માર્કેટયાર્ડના ઘઉંનો મહત્તમ ભાવ 2665 રૂપિયા નોંધાયો છે. ક્ડી માર્કેટયાર્ડમાં ઘઉંનો સરેરાશ ભાવ 2350 રૂપિયા નોંધાયો છે. ભરૂચ માર્કેટયાર્ડના ઘઉંનો મહત્તમ ભાવ 2170 રૂપિયા નોંધાયો છે. ભરૂચ માર્કેટયાર્ડમાં ઘઉંનો સરેરાશ ભાવ 1900 રૂપિયા નોંધાયો છે.

દહેગામ માર્કેટયાર્ડના ઘઉંનો મહત્તમ ભાવ 2560 રૂપિયા નોંધાયો છે. દહેગામ માર્કેટયાર્ડમાં ઘઉંનો સરેરાશ ભાવ 2370 રૂપિયા નોંધાયો છે. વિશ્વ બજારની વાત કરીએ તો દિવસે ને દિવસે વિશ્વ બજારમાં ઘઉંની માંગ વધતી જાય છે.

મળતી માહિતી અનુસાર નવી સિઝનમાં સરકારને ઓછા પ્રમાણમાં મળશે. આ કારણોસર ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ઘઉંના ભાવ ઉચ્ચ સપાટીએ રહેશે. આ ઉપરાંત વિશ્વબજારમાં સતત ઘઉંની માંગ વધવાને કારણે પણ ઘઉંના ભાવ ઊંચી સપાટીએ પહોંચી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ઘઉંના ભાવમાં ઉછાળો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર, આટલા રૂપિયાને પાર પહોંચ્યો ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*