કેરીના ચાહકો માટે આવ્યા માઠા સમાચાર : આ વર્ષે કેરીના એક બોક્સના ચૂકવવા પડશે બમણાં રૂપિયા…

Published on: 11:40 am, Mon, 21 March 22

આ વર્ષે કેસર કેરીના ચાહકોને કેસર કેરીની મજા માણવા માટે બમણાં રૂપિયા ચૂકવવા પડે તેવી શક્યતાઓ છે. તમને સૌને ખબર છે કે ગયા વર્ષે આવેલું તાઉતે વાવાઝોડું અને કમોસમી વરસાદના કારણે કેરીના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. અંદાજે 70 ટકા જેટલા લાંબા જમીનદોસ્ત થઈ ગયા હતા.

આ વર્ષે માત્ર 20 ટકા કેરીઓ જ ઉત્પાદન થશે તેવો અંદાજ છે. આ કારણોસર કેરીની સિઝન એક મહિનો મોડી આવી શકે છે. આ વર્ષે 10 કિલો કેરીના બોક્સનો ભાવ 700 થી 1500 રૂપિયા સુધીનો રહેશે એવી શક્યતાઓ છે. ખાસ કરીને આ વર્ષે કેસર કેરીના ચાહકો માટે ખૂબ જ માઠા સમાચાર છે.

કારણ કે કેસર કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે સામે તેનો ભાવ આસમાની સપાટીએ પહોંચી શકે તેવી શક્યતાઓ છે. આ વર્ષે માત્ર 20 ટકા જ કેરીનું ઊત્પાદન થઈ શકે તેવી શક્યતાઓ છે. જો કેરીનું ઉત્પાદન 20 ટકા જ રહ્યું તો કેરીની સિઝન એક મહિનો મોડી આવશે અને એનો ભાવ પણ બમણો હોય છે.

જ્યાં પહેલા કેરીના એક બોક્સના 500 થી લઈને 700 રૂપિયા ચૂકવતા હતા. તે ભાવ હવે બમણા થઈ જશે. ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે કેરીના પાકને 70 ટકા નુકસાન થયું છે. ગુજરાત રાજ્યમાં 33 જિલ્લાઓમાં કેરીનું વાવેતર કરવામાં આવે છે.

ગુજરાતમાં સૌથી વધુ કેરીનું વાવેતર સૌરાષ્ટ્ર અને કચ્છમાં થાય છે. ગત વર્ષ કરતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ વર્ષે કેરીનું વાવેતર ખૂબ જ ઓછું થયું છે. આ કારણોસર કેરીનું ફળ ખૂબ જ મોંઘો મળશે અને કેરીની સીઝન પણ મોડી આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!