જામનગરના જામવંથલી ગામના એક યુવકે ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું, જુઓ મૃત્યુ પહેલાનો એક વિડિયો…

Published on: 12:23 pm, Mon, 21 March 22

જામનગરના જામવંથલી ગામમાં એક યુવકે પોતાનું જીવન ટૂંકાવી દીધો છે. આ યુવકે પોતાનો જીવ ટૂંકાવીયા પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ વાયરલ કર્યો હતો. મળતી માહિતી અનુસાર યુવકે જામવંથલી ગામના બે શખ્સના ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવે છે તેવો વિડીયો વાયરલ કર્યો હતો.

અને ત્યારબાદ પોતે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ ભારે ચકચાર મચી ગઇ હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વીડિયોના આધારે બે આરોપી સામે ગુનો નોંધીને તેની અટકાયત કરી લીધી છે. મળતી માહિતી અનુસાર 24 વર્ષીય નિતીન પરમાર નામના યુવકે ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

નિતીન જામવંથલી ગામનો રહેવાસી હતો. મૃત્યુ પામેલા વ્યક્તિ દ્વારા બનાવેલો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તે ઉલ્લેખ કરી રહ્યો છે કે, બે શખ્સો તેને અવારનવાર પરેશાન કરતા હતા. આ બંને શખ્સના ત્રાસથી કંટાળીને યુવકે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

નિતીન પરમારે પોતાનું જીવન ટૂંકાવી આપેલા અંદાજે બે મિનિટ નો વિડીયો બનાવ્યો હતો. તેમાં તેણે જણાવ્યું હતું કે, એ કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવી રહ્યો છે. હાલમાં પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

મૃત્યુની જાણ નીતિનના પરિવારજનોને થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. પોલીસે બંને આરોપીની અટકાયત કરી લીધી છે. સમગ્ર ઘટનાને લઇને આગળની તપાસ પશ્ચિમ રેલવે પોલીસ રાજકોટ વિભાગ તરફથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જામનગરના જામવંથલી ગામના એક યુવકે ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું, જુઓ મૃત્યુ પહેલાનો એક વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*