સ્કૂટર પર સવાર પિતા અને દીકરીને ટ્રકે લગાવી જોરદાર ટક્કર, પિતાની નજર સામે લાડલી દીકરીનું મૃત્યુ…’ઓમ શાંતિ’

Published on: 10:45 am, Sun, 25 September 22

આજકાલ દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પિતાની નજર સામે દીકરીનું દર્દનાક મૃત્યુ નીપજ્યું છે. ગંભીર અકસ્માતની ઘટના ભિલાઈ-3 પોલીસ સ્ટેશન હેઠળના સોમાણી ગામ નજીક એક ટ્રક ચાલકે સ્કુટી પર સવાર પિતા અને દીકરીને જોરદાર ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં દીકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી દીકરીનું પિતાની નજર સામે મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ગંભીર અકસ્માત ની ઘટના બનતા જ લોકો ભારે ગુસ્સામાં ભરાયા હતા અને લોકોએ રસ્તો બ્લોક કરી દીધો હતો. ઘટના બની તેની અઢી કલાક બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો 18 વર્ષીય પાયલ સાહુ શનિવારના રોજ તેના પિતા અશોકભાઈ સાથે CG 07 BT 6672 નંબરની સ્કૂટરમાં બેસીને સોમાણી બાજુ આવી રહેલા NSPCL પાવર પ્લાન્ટ માંથી બહાર જઈ રહી હતી.

પાયલના પિતા અશોકભાઈ સ્કૂટર ચલાવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં CG 07 BP 8495 નંબરના ટ્રકે સ્કૂટર પર સવાર પિતા અને દીકરીને જોરદાર ટક્કર લગાવી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે પાયલનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે મૃતક પાયલના પિતા અશોકભાઈને સામાન્ય ઇજા પહોંચી હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરી દેવામાં આવી હતી. ગંભીર અકસ્માતની ઘટનાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો.

જેના કારણે સ્થાનિક લોકોએ ભેગા મળીને રસ્તો બંધ કરી દીધો હતો. પાયલનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સ્કૂટર પર સવાર પિતા અને દીકરીને ટ્રકે લગાવી જોરદાર ટક્કર, પિતાની નજર સામે લાડલી દીકરીનું મૃત્યુ…’ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*