પતિએ પેટ્રોલ છાંટીને પોતાની પત્નીને જીવતી સળગાવી દીધી, પછી બન્યું કંઈક એવું કે…ઘટનાનો વિડીયો જોઈને રુવાટા ઉભા થઈ જશે…

Published on: 11:18 am, Sun, 25 September 22

હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં પિયરમાં રહેતી પત્ની પર પતિએ પેટ્રોલ છાંટ્યું હતું અને પત્નીને જીવતી સળગાવી દીધી હતી. ત્યારબાદ આરોપી પતિ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી તેને સારવાર માટે ભોપાલ લઈ જવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટના સિહોરમાં બની હતી. મળતી માહિતી અનુસાર મહિલાનું સાસરીયુ ઉજ્જૈનમાં છે. મહિલાનું પિતાનું ઘર સિહોરમાં આવેલું છે. મહિલાનો પતીત તેને લેવા માટે સિહોર આવ્યો હતો. ત્યારે પત્નીએ સાથે આવવાની ના પાડી હતી. જેથી ગુસ્સામાં ભરાયેલા પતિએ પોતાની પત્ની ઉપર પેટ્રોલ છાંટીને તેને સળગાવી દીધી હતી અને તેનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે આરોપી પતિને કસ્ટડીમાં લઈ લીધો છે. આ ઘટના શુક્રવારના રોજ મોડી સાંજે સિહોરના કસ્બા ચોક વિસ્તારમાં બની હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સિહોરની 25 વર્ષીય દીક્ષાના લગ્ન 2016માં ઉજ્જૈનમાં રહેતા રાજેશ માલવિયા સાથે થયા હતા.

લગ્ન બાદ બંને વચ્ચે અણ બનાવ શરૂ થઈ ગયા હતા. જેના કારણે દીક્ષા પિયરમાં રહેવા આવી ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને દીક્ષાના પરિવારના લોકોએ જણાવ્યું કે, આરોપી પતિ દરરોજ અહીં આવતો અને દીક્ષા અને ધમકાવતો હતો. આટલું જ નહીં પરંતુ દીક્ષા સાથે ઝઘડો પણ કરતો હતો.

15 દિવસ પહેલા આરોપી પતિ શિહોર આવ્યો હતો અને દીક્ષાની ધુલાઈ કરી હતી. આ ઘટનામાં દીક્ષાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેના પર દીક્ષાના પરિવારના લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. શુક્રવારના રોજ ફરી એક વખત આરોપી સિહોર આવ્યો હતો. અહીં બંને વચ્ચે ફરીથી ઝઘડો થયો હતો.

ઝઘડો એટલો વધી ગયો કે ગુસ્સામાં ભરાયેલા પતિએ પેટ્રોલ લગાવીને પોતાની પત્ની ઉપર છાંટ્યું હતું. ત્યારબાદ પોતાની પત્નીના શરીર ઉપર આગ લગાવીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં દીક્ષા ગંભીર રીતે દાઝી ગઈ હતી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પતિએ પેટ્રોલ છાંટીને પોતાની પત્નીને જીવતી સળગાવી દીધી, પછી બન્યું કંઈક એવું કે…ઘટનાનો વિડીયો જોઈને રુવાટા ઉભા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*