અજાણ્યા વાહનની જોરદાર ટક્કરના કારણે એક સાથે 3 મહિલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો, માં અને દીકરીની એક સાથે અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું..!

Published on: 10:20 am, Sun, 25 September 22

શનિવારના રોજ રાત્રિના સમયે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક અજાણ્યા વાહન ચાલકે કેટલાક લોકોને કચડી નાખ્યા હતા. પુરપાટ ઝડપે આવતા વાહને અનેક લોકોને જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટનામાં 3 મહિલાઓના ઘટના સ્થળે મૃત્યુ થયા છે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ ગંભીર અકસ્માતની ઘટના અલીગઢના અતરૌલીમાં બની હતી. ગંભીર અકસ્માતની ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કર્યા બાદ મહિલાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

ઉપરાંત ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેમની સારવાર ચાલે છે. અજાણ્યો વાહન ચાલક ટક્કર લગાવીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કર્યા છે.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં બરેલીથી આવી રહેલી માતા અને દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત સંભવથી અલીગઢ આવી રહેલી એક મહિલાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. એટલે કે શનિવારના રોજ બનેલી ગંભીર અકસ્માતની ઘટનામાં એક સાથે ત્રણ મહિલાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ત્રણેય મહિલાઓ પોતપોતાના ઘરે જવા માટે ચોકડી પર વાહન શોધવા માટે ઉભી હતી. આ દરમિયાન તેમની સાથે અકસ્માતની ઘટના બની હતી. જ્યારે મહિલાઓ ચોકડી ઉપર વાહનની રાહ જોઈ રહી હતી. ત્યારે પુરપાડ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે તેમને જોરદાર ટક્કર લગાવી હતી.

જેમાં ત્રણેય મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જેથી તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત આ ઘટનામાં અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અજાણ્યો વાહન ચાલક ટક્કર લગાવ્યા બાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અજાણ્યા વાહનની જોરદાર ટક્કરના કારણે એક સાથે 3 મહિલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો, માં અને દીકરીની એક સાથે અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું..!"

Leave a comment

Your email address will not be published.


*