ફૂલ ઝડપે આવતી ટ્રક અનિયંત્રિત થતા બુથ સાથે અથડાઈ,ટોલ કર્મચારીએ જોવા બચાવ્યો અને પછી થયું એવું કે…

Published on: 6:44 pm, Wed, 15 September 21

હાલમાં રામ રાખે તેને કોણ ચાખે તેવી જ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ એક બેકાબૂ ટ્રકે ટોલ બૂથમાં ટ્રક ઘુસાવી દીધો. આ સમગ્ર ઘટના બન્યા બાદ ટોલનાકા પર અફરાતફરી મચી ગઇ હતી. જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે ટોલ બુથની અંદર એક કર્મચારી પણ હાજર હતો.

આ સમગ્ર ઘટનાનો વીડિયો ની અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો છે. મળતી માહિતી અનુસાર જ્યારે કર્મચારી ટોલ બુથ માં બેઠો હોય ત્યારે કર્મચારી પોતાની તરફ ટ્રક આવતો જોઈને.

ત્યાંથી પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી નીકળી જાય છે. જેવો કર્મચારી તો ટોલ બુથ માંથી બહાર નીકળે છે એવો જ ટ્રક ટોલ બુથની અંદર ઘૂસી જાય છે.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના યુપીના ભદોહી નેશનલ હાઈવે 19 પરોના ટોલનાકા છે. અને આ સમગ્ર ઘટના ટોલ બુથની અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

જ્યારે આ ઘટના બની ત્યારે ટોલ બુથની અંદર નરેન્દ્રસિંહ નામનો કર્મચારી બેઠો હતો. ટોલ કર્મચારીએ દૂરથી પોતાની તરફ આવતો જોઈને ટોલ બુથ માંથી નીકળી ગયો હતો અને ત્યારબાદ બે થી ત્રણ સેકન્ડમાં ટ્રેક્ ટોલ બુથની અંદર ઘુસી ગયો હતો.

આ ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને ટ્રક ડ્રાઇવરને વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ટ્રક ચાલકે આવું શા માટે કર્યું તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!