મોડાસા રોડ પર કાર અને ટેન્કર વચ્ચે ટક્કર થતા સર્જાયો અકસ્માત, અકસ્માતમાં પતિ-પત્નીનું મૃત્યુ…

87

રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસે ને દિવસે વધતી જાય છે અત્યાર સુધીમાં આ અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે તેવી જ અકસ્માતની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ મોડાસા રોડ પર કાર અને ટેન્કર વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો છે.

અકસ્માતમાં કારમાં સવાર પતિ પત્નીનું મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ પતિ-પત્ની માતાજીના દર્શન કરીને ઘર તરફ જઈ રહ્યા હતા.

ત્યારે સામેથી આવી રહેલી ટ્રકે કારને ટક્કર લગાવી હતી અને અકસ્માતો સર્જાયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ પોલીસ દ્વારા ગાડીમાંથી મૃત્યુ પામેલા પતિ-પત્નીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા હસમુખભાઈ બારોટ અને તેમના પત્ની શ્રેષ્ઠ બંને મહિસાગર જિલ્લાના ભાજપના મહામંત્રી જયેન્દ્રભાઈ બારોટ ના ભાઈ ભાભી હતા.

આ ઘટનાની જયેન્દ્રભાઈ ને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઉપરાંત ટ્રક ચાલક ઘટના સ્થળે જ મૂકીને ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા પતિ પત્ની ના લગ્ન એક મહિના પહેલા જ થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!