રાત્રે બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત… પિતા-પુત્ર સહિત 3 લોકોના દર્દનાક મોત…

Published on: 11:03 am, Fri, 1 September 23

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગુરુવારના રોજ રાત્રિના સમયે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માતની ઘટનામાં ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. આ ભયંકર અકસ્માતની ઘટના બિહારના ભોજપુરમાંથી સામે આવી રહી છે. અકસ્માતની ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, સોનુ કુમાર નામના વ્યક્તિની બાઈક અને અન્ય એક બાઈક વચ્ચે જોરદાર ટક્કર તથા આ અકસ્માતની ઘટના બની હતી.

આ અકસ્માતની ઘટનામાં સોનુ કુમાર અને તેના દીકરાનું મોત થયું હતું. જ્યારે અન્ય બાઇક પર સવાર ઓમ પ્રકાશ નામના યુવકનું મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલો સોનુ કુમાર ઓટો ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જ્યારે મૃત્યુ પામેલો ઓમ પ્રકાશ મજુરી કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.મળતી માહિતી અનુસાર રસ્તામાં બંને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

ત્યારબાદ એમ્બ્યુલન્સની મદદથી થયેલા લોકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચે તે પહેલા રસ્તામાં જ ઓમ પ્રકાશનું મોત થઈ ગયું હતું. જ્યારે ઉજાગ્રસ્ત થયેલા સોનુનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે સોનુ કુમાર નો દીકરો અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

તેને વધુ સારવાર માટે પટના મોકલવામાં આવ્યો હતો. પટના જતી વખતે રસ્તામાં સોનુ કુમારના દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે બની તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાત્રે બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત… પિતા-પુત્ર સહિત 3 લોકોના દર્દનાક મોત…"

Leave a comment

Your email address will not be published.


*