અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે બહેન માટે ભાજીપાવ લેવા ગયેલા ભાઈને પતાવી દીધો… બહેને એકનો એક લાડકવાયો ભાઈ ગુમાવ્યો…

Published on: 10:33 am, Fri, 1 September 23

ગુજરાતમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં આપણે અમદાવાદમાં બનેલી એક જીવ લેવાની ઘટના વિશે વાત કરવાના છીએ. આ ઘટનામાં અમદાવાદના બહેરામપુરામાં રક્ષાબંધનના દિવસે એક બહેને પોતાનો લાડકવાયો ભાઈ ગુમાવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, જૂની અદાવતને ધ્યાનમાં રાખીને પડોશમાં રહેતા બે સગા ભાઈઓએ ધારદાર વસ્તુઓ વડે યુવક પર પ્રહાર કરીને તેનો જીવ લઇ લીધો હતો.

મૃત્યુ પામેલા યુવકનું નામ હેમાંશુ પરમાર હતું. રક્ષાબંધનના દિવસે હેમાંશુ પોતાની બહેન માટે ભાજીપાવ લેવા માટે બહાર નીકળ્યો હતો. આ દરમિયાન રસ્તામાં ધર્મેશ ચુનારાઅને મહેન્દ્ર ચુનારાનો કોઈકની સાથે ઝઘડો ચાલી રહ્યો હતો. આ દરમિયાન હેમાંશુ પરમાર પોતાના ભાઈ વિશાલ પરમાર સાથે ત્યાંથી પસાર થયું હતું. આ દરમિયાન ધર્મેશ અને મહેન્દ્રએ વિશાલ સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો.

જોતો જોતામાં ઝઘડો એટલો વધી ગયો કે, ગુસ્સામાં આવીને બંને આરોપી ભાઈઓએ ધારદાર વસ્તુ વડે હિમાંશુ પરમાર ઉપર પ્રહાર કર્યા હતા અને તેનો જીવ લઇ લીધો હતો. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. રક્ષાબંધનના પવિત્ર દિવસે દીકરાનું મોત થતા જ પરિવારના સભ્યોએ આભાર કર્યું હતું. મૃત્યુ પામેલો હેમાંશુ પરમાર ઘરમાં એકનો એક કમાવનાર દીકરો હતો.

આ સમગ્ર ઘટનાને લઈને પરિવારના સભ્યોએ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે આરોપી ધર્મેશ અને આરોપી મહેન્દ્રની ધરપકડ કરી હતી. આ ઘટનામાં બંને ભાઈઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. ભણવા મળી રહ્યું છે કે મૃતક હિમાંશુ પરમાર અને આરોપીઓ એકબીજાના મિત્રો હતા.

ગત 31 ડિસેમ્બરના દિવસે નવા વર્ષની ઉજવણી વખતે સિગરેટ પીવાની બાબતમાં તે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે દુશ્મના વટ શરૂ થઈ ગઈ હતી. ઝઘડો થયા બાદ બંનેએ એકબીજાનો સંપર્ક કરવાનું પણ બંધ કરી દીધું હતું. જ્યારે રક્ષાબંધનના દિવસે બંને ભાઈઓએ જુની અદાવતને ધ્યાનમાં રાખીને હેમાંશુ પરમારનો જીવ લઇ લીધો હતો. આ ઘટના બનતા જ રક્ષાબંધનના દિવસે બહેને પોતાનો લાડકવાયો ભાઈ ગુમાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે બહેન માટે ભાજીપાવ લેવા ગયેલા ભાઈને પતાવી દીધો… બહેને એકનો એક લાડકવાયો ભાઈ ગુમાવ્યો…"

Leave a comment

Your email address will not be published.


*