ભાઈને રાખડી બાંધીને ઘરે જતી બહેનનું રસ્તામાં અકસ્માતમાં કરુણ મોત… દીકરીની નજર સામે માતાનું કરુણ મોત…

Published on: 11:32 am, Fri, 1 September 23

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બે બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના આટલી ભયંકર હતી કે એક બાઈક પર સવાર પતિ-પત્ની અને તેમની દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો મદદ માટે ત્યાં દોડી આવ્યા હતા અને પછી ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી. જ્યારે મહિલાના પતિ અને દીકરીની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલુ છે.

આ અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશના હમીરપુરમાંથી સામે આવી રહે છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાનું નામ રામવતી હતું અને તેની ઉંમર 32 વર્ષની હતી. રામવતી પોતાના પતિ અને પોતાની દીકરી સાથે પોતાના પિયરમાં ગઈ હતી.

અહીં તેને પોતાના ભાઈને રાખડી બાંધી હતી. પછી રામવતી પોતાના પતિ અને દીકરી સાથે બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં પાછળથી આવતી એક બાય કે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. આ કારણસર રામવતીના પતિએ બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઈક ડિવાઈડર સાથે અથડાઈ હતી.

આ અકસ્માતની ઘટનામાં રામવતી, તેના પતિ અને તેની દીકરીને ઈજા પહોંચી હતી. ત્યારબાદ સ્થાનિક લોકો ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે રામવતીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાના સમાચાર મળતા જ પરિવારના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા બાપ-દીકરીની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાઈને રાખડી બાંધીને ઘરે જતી બહેનનું રસ્તામાં અકસ્માતમાં કરુણ મોત… દીકરીની નજર સામે માતાનું કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*