ઝડપી ઇકો કાર 10 ફૂટ ઊંડા ખાડામાં પલટી ખાઈ જતા સર્જાયો ભયંકર અકસ્માત, આંખો બતાવવા જઈ રહેલા બા અને દાદાનું કરુણ મોત…બે અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

Published on: 3:46 pm, Tue, 16 May 23

સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લાના સાયલા હાઇવે(Saila Highway) પર વહેલી સવારે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. સાયલા હાઇવે પર મોડેલ સ્કૂલ પાસે વહેલી સવારે ચોટીલા આવી રહેલી એક ઇકો કારનું અચાનક જ ટાયર ફાટતા 10 ફૂટ ઊંડા ખાડામાં જઈને ખાબકી હતી. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને 108 ની મદદ થી સાયલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરે ઇજાગ્રસ્ત થયેલા લોકોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં ધંધલાપુરના વૃદ્ધ પતિ પત્નીને સારવાર મળે તે પહેલાં બંનેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર વૃદ્ધ પતિ પત્ની ધનલાપુર થી સાયલા આંખની હોસ્પિટલ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું છે. અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકો હાલમાં સારવાર લઈ રહ્યા છે. ભયંકર અકસ્માતની ઘટનાની જાણ થતા જ સાયલા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

સાયલા હાઈવે પર પલટી ખાઈ 10 ફૂટ ઊંડા ખાડામાં પડી, પતિ-પત્ની આંખ બતાવવા જઈ  રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો | Sayla overturned on the highway and fell  into a 10 feet deep

મૃત્યુ પામેલા વૃદ્ધ પતિ પત્નીના મૃતદેહને પોસ્ટ માટે પોલીસે સાયલા સરકારી હોસ્પિટલ માટે મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટનામાં 60 વર્ષીય નટવરભાઈ બાબુભાઈ મકવાણા અને 58 વર્ષ લતાબેન નટવરભાઈ મકવાણાનું મોત થયું છે.

જ્યારે જેઠાભાઇ માત્રાભાઈ કલોત્રા, કંચનભાઈ બચુભાઈ મકવાણા, વિનયભાઈ ચાવડા, ઈશ્વરીબેન વિજયભાઈ ચાવડા અને ધ્રુવ વિનયભાઈ ચાવડા નામના લોકો ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બની ત્યારે ઇકો કારમાં આઠથી પણ વધારે મુસાફરો સવાર હતા અને દરેક લોકો અલગ અલગ જગ્યાએથી ઇકોમાં બેઠા હતા. અકસ્માતની ઘટનામાં એક જ સાથે પરિવારના બે મોભીના મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો છે. હાલમાં પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઝડપી ઇકો કાર 10 ફૂટ ઊંડા ખાડામાં પલટી ખાઈ જતા સર્જાયો ભયંકર અકસ્માત, આંખો બતાવવા જઈ રહેલા બા અને દાદાનું કરુણ મોત…બે અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*