6 મહિનાના બાળકની માતાએ બાથરૂમમાં ગીઝર સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, મરતા પહેલા બે પાનાની સુસાઈડ નોટ લખી… “હું આ મુશ્કેલી ભરી જિંદગીથી…”

Published on: 1:31 pm, Tue, 16 May 23

હાલમાં બનેલી એક સુસાઇડની(Suicide) ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પરિણીત મહિલાએ પોતાના પતિના નામે બે પેજની સુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મહિલા આટલી પરેશાન નથી કે તેને પોતાના છ મહિનાના બાળકની પણ પરવા ન કરી અને જરાક પણ બાળકનું વિચાર્યા વગર સુસાઇડ જેવું મોટું પગલું ભરી લીધું છે.

મહિલાએ સૌપ્રથમ પોતાની પરેશાની ની આખી વાત લખી અને ત્યાર પછી બાથરૂમમાં ગીઝર પર ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના હરિયાણાના ગુરુગ્રામ શહેરમાં બની છે. હાલમાં તો પોલીસે મૃતક મહિલાના મૃતદેહને કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, આજ સુધી તે મારામાં જ માત્ર ખામીઓ જ હોય છે, ક્યારે ભલાઈ જોઈ નથી અને ક્યારેય મારી સાથે બેસીને મારી પરેશાની વિશે મને પૂછ્યું નથી.

ત્યારે મારી પાસે બેસીને મારી પીડા સાંભળી નથી. હવે હું આ મુશ્કેલી ભરી જિંદગીથી ખૂબ જ કંટાળી ગઈ છું. હવે હું આ સહન કરી શકું તેમ નથી, તેથી હું દુનિયા છોડીને જતી રહું છું. આ સિવાય મહિલાએ બે પેજના સુસાઇડ નોટમાં ઘણું બધું લખ્યું હતું. મહિલાએ સુસાઇડ નોટના એક પેજમાં પોતાના ભાઈ રાહુલ વિશે લખ્યું હતું અને બીજા પેજમાં પોતાના પતિ લલિત વિશે લખ્યું હતું. મૃત્યુ પામેલી મહિલાનું નામ બબીતા.

બે વર્ષ પહેલા બબીતાના લગ્ન લલિત રાજપુત સાથે થયા હતા. બબીતાને છ મહિનાનું બાળક પણ છે. મૃત્યુ પામેલી મહિલાના ભાઈ રાહુલે જણાવ્યું કે, લગભગ એક વર્ષથી મારી બહેન સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો હતો. જેના કારણે તે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી અને આજે તેને આવું પગલું ભરી લીધું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે રાહુલની ફરિયાદના આધારે મૃતક મહિલાના પતિ અને સાસરીયાઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

મહિલાનું મૃતદેહનું પોસ્ટમોર્ટમ આવ્યા બાદ મૃતદેહને તેના પરિવારજનોને સોંપવામાં આવશે. મૃત્યુ પામેલી મહિલાના પતિ રાહુલના જણાવ્યા અનુસાર, ઘટનાના દિવસે બબીતા લાંબા સમય સુધી બાથરૂમમાંથી બહાર આવી ન હતી. રાહુલે વારંવાર બબીતા ને બહાર બોલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ બબીતા દરવાજો ખોલતી ન હતી.

છેવટે રાહુલે બાથરૂમનો દરવાજો તોડ્યો ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બબીતા ગીઝર સાથે લટકતી હાલતમાં જોવા મળી હતી. ત્યારબાદ રાહુલ તરત જ બબીતા ને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. ત્યાર પછી તો પોલીસ અને બબીતાના પરિવારના લોકો હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો