બેકાબુ બનેલી મારુતિ કાર ઊંડી ખીણમાં પડતા સર્જાયો ભયંકર અકસ્માત, પતિ-પત્ની સહિત 4 લોકોના મોત… અકસ્માત એટલો ગંભીર હતો કે તસવીરો જોઈને તમે પણ…

Published on: 1:07 pm, Tue, 16 May 23

Himachal Pradesh Accident: ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. જ્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના આજરોજ સવારના સમયે બની હતી. અકસ્માતની ઘટનામાં એક કારમાં સવાર પતિ પત્ની સહિત ચાર લોકોના મોત થયા છે.

મૃતકોમાં બે મહિલા અને બે પુરુષોનો સમાવેશ થાય છે. અકસ્માતની ઘટના હિમાચલ પ્રદેશમાંથી સામે આવી રહે છે. આ ઘટના રાજ્યના સિરમૌર જિલ્લામાં બની હતી. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતની ઘટનામાં એક મારુતિ કાર રાજગઢ તરફ જઈ રહી હતી. આ દરમિયાન કાર એક ઊંડી ખાઈમાં પડી ગઈ હતી જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો.

सिरमौर के सगंड़ाह के लानाचेता- राजगढ़ मार्ग पर पबौर के समीप के पास यह हादसा हुआ.

અકસ્માતની ઘટનામાં કાર સિધી રોડ ઉપરથી નીચે ખાઈમાં પટકાઈ હતી. આ કારણોસર કારમાં સવાર ચારેય મુસાફરોના મોત થયા છે. મૃતકોની ઓળખ 40 વર્ષીય કમલરાજ, 63 વર્ષીય જીવનસિંહ અને તેમની 54 વર્ષીય પત્ની સુમા દેવી અને 25 વર્ષીય રેખાના નામની મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મૃત્યુ પામેલા ત્રણ લોકો એક જ ગામના રહેવાસી હતા. આ વાતની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર ઘટના સવારે 5:30 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યાર પછી કારમાંથી મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ આવ્યા બાદ મૃતદેહને મૃતકોના પરિવારજનોને સોંપવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતની ઘટના કયા કારણોસર બની તે હજુ સુધી જાણી શકાયું નથી.

અકસ્માતની ઘટનાઓ હિમાચલ પ્રદેશમાં દિવસેને દિવસે વધી રહે છે. રવિવારના રોજ પણ એક ટ્રકનો અકસ્માત બન્યો હતો. આ અકસ્માતની ઘટનામાં ટ્રકમાં 10 લોકો સવાર હતા. જેમાંથી માતા પિતા બાળકો સહિત પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આવી સ્થિતિમાં ત્રણ દિવસમાં બે મોટી અકસ્માતની ઘટના બની છે અને જેમાં નવ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બેકાબુ બનેલી મારુતિ કાર ઊંડી ખીણમાં પડતા સર્જાયો ભયંકર અકસ્માત, પતિ-પત્ની સહિત 4 લોકોના મોત… અકસ્માત એટલો ગંભીર હતો કે તસવીરો જોઈને તમે પણ…"

Leave a comment

Your email address will not be published.


*