બાપ બન્યો રાક્ષસ..! પિતાએ પોતાના 7 વર્ષના દીકરાનું દબાવીને જીવ લઈ લીધો, કારણ જાણીને હૈયુ ધ્રુજે ઉઠશે…

Published on: 12:29 pm, Tue, 16 May 23

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં અંગત અદાવત અથવા તો પ્રેમ સંબંધમાં જીવ લેવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. વાત કરીએ તો ઈન્દોરમાં(Indore) એક પિતાએ પોતાના 7 વર્ષના માસુમ બાળકનો જીવ લઈ લીધો છે. જીવ લેવાનું કારણ જાણીને રૂવાડા બેઠા થઈ જશે.

વિગતવાર વાત કરીએ તો સોમવારના રોજ માસુમ બાળકની દાદીએ તેના પૌત્રને રૂમમાં મૃત હાલતમાં જોયો હતો. ત્યારબાદ પરિવારના લોકો દીકરાને એમવાય હોસ્પિટલ મૃત હાલતમાં લાવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઈને કેસના આરોપી પિતા વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે.આરોપી પિતાનું નામ શશીકાંત છે અને તે એક ખાનગી કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ઘટનાની થોડીક કલાકો પહેલા, આરોપી શશીકાંતની બીજી પત્ની પાયલનો ફોન આવ્યો હતો.

ફોન પર પાયલ અને શશીકાંત વચ્ચે દલીલો થઈ હતી. ફોન પર પાયલે શશીકાંતને કહ્યું હતું કે તું તારા દીકરાને છોડી દે. પાયલ બાળકને અલગ કરવા માટે શશીકાંત પર દબાણ કરતી હતી, તેવું કહેવામાં આવી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે પાયલ એ પણ બે મહિના પહેલા બાળકને જન્મ આપ્યો હતો, ત્યાર પછી તે પોતાના પિયરમાં જતી રહી હતી.

મૃત્યુ પામેલા સાત વર્ષના દીકરાનું નામ પ્રતીક હતું. ઘટનાના દિવસે લગભગ 10:00 વાગ્યાની આસપાસ દાદીએ પ્રતીકને રૂમમાં સુવડાવ્યો હતો. સવારે જ્યારે દાદીએ જોયું તો પોતાના ગળા ઉપર દોરડાનું નિશાન હતું અને તે બેભાન અવસ્થામાં પડેલો જોવા મળ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે આરોપી શશીકાંતે પોતાના દીકરાનો ગળું દબાવીને જીવ લઈ લીધો છે. હાલમાં તો આરોપી શશીકાંત ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બીજી પત્નીના કહેવા પર આરોપીએ પોતાના દીકરાની સૌપ્રથમ જુલાઈ કરી હતી અને પછી ગળુ દબાવીને તેનો જીવ લઇ લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો