સુરતમાં 3 મહિનાની દીકરીને પિતાએ રમાડતા રમાડતા હવામાં ઉછાળતા ચાલુ પંખાની ઝપેટમાં આવતા, માસુમ દીકરીનું કરુણ મોત…પિતાનો વ્હાલ દીકરીના મોતનું કારણ બન્યું…

Published on: 11:47 am, Tue, 16 May 23

સુરતમાં(Surat): માતા-પિતા માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરના લિંબાયત(Limbayat) વિસ્તારમાં કંઈક એવી ઘટના બની કે સાંભળીને તમારું પણ હૈયું ધ્રુજી ઉઠશે. લિંબાયત વિસ્તારમાં ઘરમાં એક પિતા પોતાની ત્રણ વર્ષની દીકરીને રમાડી રહ્યા હતા. આ દરમિયાન એવી ઘટના બને છે કે માસુમ દીકરીનું મોત થઈ જાય છે. વાત જાણે એમ છે કે, પિતાએ રમાડતા રમાડતા દીકરીને હવામાં ઉછાળી હતી.

આ દરમિયાન ઘરમાં પંખો ચાલુ હતો અને માસુમ દિકરી પંખાની અડફેટેમાં આવી ગઈ હતી. જેના કારણે દીકરીને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યાર પછી પરિવારના લોકો દીકરીને જુદી જુદી ત્રણ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પિતાનો વહાલ જ દીકરીના મોતનું કારણ બનતા પરિવારમાં માતમ ફેરવાઈ ગયો છે.

બાળકીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ.

સમગ્ર ઘટનાને લઈને લિંબાયત પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વિગતવાર વાત કરે તો લિંબાયત વિસ્તારમાં રહેતો મશરૂદ્દીન શાહ નામનો વ્યક્તિ મજૂરી કામ કરી પોતાની ત્રણ દીકરી, એક દીકરો તેમજ પત્નીનું ભરણપોષણ કરે છે. શ્રમજીવી મશરૂદ્દીનના ઘરે ત્રણ મહિના પહેલા દીકરીનો જન્મ થયો હતો. માસુમ દીકરીનું નામ ઝોયા રાખવામાં આવ્યું હતું.

માસૂમ ઝોયાની ફાઈલ તસવીર.

13 તારીખના રોજ સવારે પિતા પોતાની નાની દીકરી ઝોયાને ઘરમાં રમાડી રહ્યા હતા. પિતા પોતાની દીકરીને રમાડતી વખતે ખૂબ જ હરખમાં હતા, હરખ હરખમાં જ પિતાએ દીકરીને અચાનક જ હવામાં ઉછાળી હતી. પરંતુ આ દરમિયાન પિતાને ખ્યાલ ન રહ્યો કે ઘરનો પંખો ચાલુ છે. દીકરીને હવામાં ઉછાળતા જ દીકરી પંખાની ઝપેટમાં આવી ગઈ હતી.

આ ઘટનામાં દીકરીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર પછી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરિવારના લોકો દીકરીને સારવાર માટે સૌપ્રથમ સ્મિમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં યોગ્ય સારવાર ન મળતા દીકરીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી, ત્યાર પછી દીકરીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી, અહીં તેની સારવાર ચાલી રહી હતી.

અહીં સારવાર દરમિયાન દીકરીની હાલત ખૂબ જ ગંભીર બની ગઈ હતી અને સારવાર દરમિયાન દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. બાળકીનું સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત થવાનો બનાવની જાણ થતા લિંબાયત પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને લિંબાયત પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો