સમાચાર

ચાલતી કારનું અચાનક જ ટાયર ફાટતા એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… માં-દીકરાનું એક સાથે કરુણ મોત…

દેશભરના વિવિધ વિસ્તારોમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે શુક્રવારના રોજ મોટી સાંજના સમયે બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક કારનું ટાયર ફાટવાના કારણે કાર બેકાબુ બનીને રોડ પર પલટી ખાઈ ગઈ હતી.

જેના કારણે અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં કારમાં સવારે એક અધિકારી અને તેમની માતાનું મોત થયું છે. જ્યારે અધિકારીના પિતા અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

શુક્રવારના રોજ મોડી સાંજે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આ અકસ્માતની ઘટના બની હતી. વિગતવાર વાત કરીએ તો જિલ્લા યુવા અધિકારી રાકેશ નામનો વ્યક્તિ પોતાની માતા અને પિતા સાથે લક્ષ્મણગઢ જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં અચાનક જ તેમનું કારનું ટાયર ફાટી ગયું હતું.

જેના કારણે કાર બેકાબુ બનીને હાઇવે રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. પછી કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પછી ઘટનાની જાણ પોલીસને આપવામાં આવી હતી.

આ ઘટનામાં રાકેશ અને તેમની માતા કેસરી દેવીનું કરુણ મોત થયું હતું. જ્યારે રાકેશના પિતા વિનોદકુમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

માતા અને દીકરાનું એક સાથે મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યા હતા અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *