મંત્રી કુંવરજી બાવળિયાની શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઝાડ સાથે ગળાફાંસો ખાઈ લીધો… શાળામાં શિક્ષકે વિદ્યાર્થીનીને…

Published on: 7:16 pm, Tue, 24 January 23

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે વિંછીયાના અમરાપરમાં આવેલ મંત્રી કુંવરજી બાવળિયાની આદર્શ સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ સમગ્ર પથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની માહિતી મળતા જ વિંછીયા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી.

ત્યાર પછી દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને વિદ્યાર્થીનીએ આ પગલું કયા કારણોસર ભર્યું તેનું ચોક્કસ કારણ જાણવાની કામગીરી શરૂ કરી દીધી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો વિછીયા માં આવેલી આદર્શ સ્કૂલના કેમ્પસમાં સોમવારના રોજ રાત્રિના સમયે એક ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાધેલી હાલતમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મૃતદેહ મળી આવ્યું હતું.

આ વિદ્યાર્થીનીનું નામ કાજલબેન મુકેશભાઈ જોગરાજીયા હતું. કાજલનું મૃતદેહ ઝાડ સાથે લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. ઘટનાની જાણ થતા સ્કૂલના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વિદ્યાર્થીનીને નીચે ઉતારે તે પહેલા તો વિદ્યાર્થીનું મૃત્યુ થઈ ગયું હતું.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી દીકરીના પિતાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, શાળામાં શિક્ષિકાએ વાત વગર દીકરીને ઠપકો આપ્યો હતો. જેના કારણે દીકરી આ પગલું ભર્યું છે હાલમાં તેવું કહેવામાં આવી રહ્યું છે. દીકરીના પિતાએ વધુમાં જણાવ્યું કે મારી દીકરી ધોરણ 10 માં અમરાપુર સંસ્થામાં અભ્યાસ કરતી હતી.

મને ગાત રાત્રે 10:00 વાગ્યાની આસપાસ સંસ્થા માંથી ફોન આવ્યો હતો. પરંતુ હું સૂતો હતો એટલે મેં ફોન ઉપાડ્યો ન હતો. 10 મિનિટ પછી મંત્રી કુંવરજી બાવળીયા નો ફોન આવ્યો હતો અને તેમને મને કહ્યું હતું કે વિછીયા આવો તમારી દીકરીને દવાખાને લઈ ગયા છીએ. એ લોકો એમ કહે છે કે મારી દીકરીએ દોરી સાથે ગળાફાંસો ખાધો છે.

એ લોકો દીકરીને લઈને દવાખાને ગયા હતા એટલે અમે સીધા દવાખાને પહોંચ્યા હતા. દીકરીના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. દીકરી આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો