બુલેટ અને મારુતિ વાન વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, બુલેટ પર સવાર બંને યુવાનોના મોત… દીકરો ઘોડે ચડે તે પહેલા તેની અર્થી ઉઠી…

Published on: 10:36 am, Wed, 25 January 23

છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક બુલેટ અને કાર વચ્ચે જોરદાર ટક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બુલેટ પર સવાર બે યુવાનોના મૃત્યુ થયા છે.

આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ગંભીર અકસ્માતની ઘટના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના મોરાય ગામ પાસે બની હતી. મૃત્યુ પામેલા બે યુવાનો પૈકી એક યુવાનના મહિના પછી લગ્ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અકસ્માતની ઘટનામાં જત ઓસમાણ મીસરી અને સિકંદર હાજી નામના યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામેલા બંને યુવાનો નખત્રાણા તાલુકાના નાના વિરાણી ગામના રહેવાસી હતા. ભરતી માહિતી અનુસાર બંને યુવાનો બુલેટ લઈને સુમરાસર ખાતેના મેળાઓમાંથી પોતાના ગામ વિરાણી જઈ રહ્યા હતા.

આ દરમિયાન માતાના મઢથી નખત્રાણા તરફ જઈ રહેલી એક મારુતિ કાર સાથે તેમની બુલેટની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બંને યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર બંનેના કરુણ મૃત્યુ નીપજ્યા હતા.

ત્યારબાદ બંને યુવકોના મૃતદેહને નખત્રાણાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. બુલેટ અને મારુતિ વાન વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે વાનનો ડ્રાઇવર સાઈડનો ભાગ ભાંગીને ભૂકો થઈ ગયો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારમાં અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા સિકંદર હાજી નામના યુવાનના લગ્ન 24 ફેબ્રુઆરીના રોજ થવાના હતા. લગ્નના એક મહિના પહેલા દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે. અકસ્માત કોની ભૂલના કારણે થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો