કોરોના સંક્રમણ ને અટકાવવા માટે અમેરિકા દ્વારા શોધવામાં આવ્યો એક સ્પ્રે ,જાણો વિગતે

Published on: 9:50 am, Sun, 16 August 20

કોરોનાવાયરસ માટે કેટલી વેક્સિન અને દવાઓના અંતિમ તબક્કામાં પરીક્ષણ થઈ રહ્યા છે.દુનિયાભરમાં ફેલાયેલી મહામારી ની સારવાર માટે દુનિયાના અનેક દેશોમાં પ્રયાસો ચાલુ છે. તેમાં એક પ્રયાસ હેઠળ અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક ખાસ નેઝલ સ્પે બનાવ્યો છે. તેની ખાસિયત એ છે કે, આ સ્પે કરવાથી કોરોના નુ સંક્રમણ નાક ની બહાર નહીં ફેલાય. માનવામાં આવી રહ્યું છે કે આશરે કોરોનાવાયરસ ના પસાર ને રોકવા માટે ઘણી કારગર સાબિત થઈ શકે છે.

કેલિફોર્નિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ બનાવેલ આ નેઝાલ સ્પે ની ખાસિયત એ છે કે ન્યુતિલાઈજ કરનારી એન્ટીબોડી જેવા પ્રોટીન થી બનેલો છે. આ વાઇરસને કોશિકાઓમાં ફેલાવતા રોકી શકે છે. શોધકર્તાઓ નું માનવું છે કે આ સમયે આ પ્રકારની દવા ની દુનિયા ને સૌથી વધારે જરૂરત છે. કેમ કે હજુ સુધી કોરોના માટે ની વેક્સિન બની નથી તેના માટે કોઈ કારગર દવા હાલમાં છે નહીં.

કેલિફોર્નિયા યુનિવર્સિટીના વિદ્યાર્થી માઇકલ સ્કુફ ની આગેવાનીમાં શોધ કર્તાઓની એક ટીમ આ નવો સિન્થેટિક પદાર્થ બનાવ્યો છે. આ પદાર્થ ઇન્હેલર સ્પે ના રૂપ માં લઈ શકાય છે . આ પદાર્થ થી કોરોના વાયરસના સંક્રમણની તે પ્રક્રિયાને રોકવામાં કામ કરે છે જેને માનવીય કોશિકાઓમાં ઘૂસી શકે છે . આ શોધ પિપિંતસર્વર બાયોરિક્સવ પર ઉપલબ્ધ છે. આ વાયરસ પર અત્યાર સુધીમાં થયેલા પ્રયોગોએ સ્પષ્ટ થાય છે કે , આ સાસ કોવ -2 નો સૌથી મોટો એન્ટીવાયરલ છે.

આ સ્પ્રે અથવા ઇન્હેલરને એરોનેબસ નામ આપવામાં આવ્યું છે.વૈજ્ઞાનિકોએ તેના માટે એક અલગ જ પ્રકારની મોનોક્લોનલ એન્ટીબોડી થેરાપી બનાવી છે .તેના માટે તેમને નિયમિત આકાર ની એન્ટીબોડી નો ઉપયોગ કરવાને બદલે નેનો એન્ટીબોડી ઉપયોગ કર્યો છે.

હાલના સમયમાં આ દવા ખૂબ ઉપયોગી લાગી રહી છે, પરંતુ હજુ તેની કલીનીકલ ટેસ્ટિંગ બાકી છે. કલીનિકલ ટ્રાયલ ખબર પડશે કે , એરોનેબસની covid-19 દર્દીઓ પર કેટલીક કરગરતા છે . જો તેની પુષ્ટિ ઝડપી થઈ જાય તો તે covid 19 ના પ્રસાર રોકવા માટે ઘણી કારગર સાબિત થઇ શકે છે તેમાં કોઇ શક નથી .તેના કારણે શોધ કર્તા પર વેક્સિન ની ઝડપી માં ઝડપી બજારમાં લાવવા દબાણ ઓછું થઈ જશે.

Be the first to comment on "કોરોના સંક્રમણ ને અટકાવવા માટે અમેરિકા દ્વારા શોધવામાં આવ્યો એક સ્પ્રે ,જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*