પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની વાવણી કરવા માટે મુકાયેલી પોસ્ટના કારણે ભાજપના સમર્થકો ની ભારે મજાક ઉડી રહી છે. આ પોસ્ટમાં દાવો કરાયો છે કે, મોદી દેશમાં સૌથી લાંબો સમય શાસન કરનારા બિનકોંગ્રેસી વડાપ્રધાન જ નથી પણ ચૂંટાયેલી સરકાર ના વડા તરીકે સૌથી લાંબો સમય રહેવાનો રેકોર્ડ પણ તેમને બનાવ્યો છે. ઘણી વેબસાઇટ આ સમાચાર મૂક્યા હતા.
આ પોસ્ટમાં એક ફોટો મૂકીને મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને વડા પ્રધાન તરીકેનો કાર્યકાળ નો સરવાળો કરીને લખાયું છે કે મોદી જવાહર નહેરુ અને ઇન્દિરા ગાંધી કરતાં પણ આગળ નીકળી ગયા છે . દેશના તમામ વડાપ્રધાન નો કાર્યક્રમ આ રીતે ગણીને મોદીને બધા જ કરતાં ચડિયાતા સાબિત કરવાની કોશિશ કરાય છે.
આ પોસ્ટ મુકાતા જ લોકો તૂટી પડ્યા અને કટાક્ષ કર્યો કે, નરેન્દ્ર મોદી ચૂંટાયેલી સરકાર ના વડા છે તો જ્યોતિ બસુ, નવીન પટનાયક, માણિક સરકાર સીધા ઉપર થી આવેલા? કેટલાકે કટાક્ષ કર્યો કે, ભકતી માં એટલા આંધળા ન થઈ જાઓ કે ગૂગલ પણ સર્ચ ના કરી શકે.
આવી રીતે દેશ ના અનેક લોકો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચાહકો નો સોશિયલ મીડિયા ઉપર કટાક્ષ કરતા મજાક ઉડાવી રહ્યા છે. આ વાતનો વળતો જવાબ ભારતીય જનતા પાર્ટીના કોઈપણ વ્યક્તિએ આપેલ નથી.