અમદાવાદ અને સુરતમાં કોરોના ને પછાડવા ગુજરાત સરકારે રચ્યો પ્લાન? જાણો

કોરોના ને હરાવવા માટે સરકાર નો પ્લાન અનેક મીડિયા એજન્સી પાસે આવેલ છે.કોરોના ના સંક્રમણ ને ફેલાતો અટકાવવા માટે લીધેલા પગલા નો રિપોર્ટ રાજ્ય સરકારે કોર્ટમાં રજૂ કર્યો છે.જેમાં ઇન્જેક્શન અને દવાઓની અછત તેમ જ મજબૂત મેડિકલ માળખું ઊભું કરવા મામલે સરકારે લીધેલાં પગલાંની કોર્ટને જાણ કરાય છે.

સુરતમાં કોરોના નું સંક્રમણ અટકાવવા માટે સરકારે એક પ્લાન બનાવો છે. આ રિપોર્ટ માં દાવો કરવામાં આવ્યો છે કે જુલાઈ કરતાં ઓગસ્ટમાં ઓક્સિજનના ઉપયોગ ની જરૂરિયાત ઘટે છે.આ સાથે જ રાજ્યમાં રોજના ટેસ્ટિંગ ની સંખ્યા 22 હજારથી વધારીને 50 હજાર કરી દેવામાં આવી છે. સુરતમાં અત્યાર સુધી 900 દર્દીઓનું ટોસિલીજુમેબ ઇન્જેક્શન આપવાનો દાવો કરવામાં આવ્યો છે. અત્યારે 400 mg ના 500 અને 80 mg ના 85 ટોસિલીઝુમેબ ઇન્જેક્શન નો જથ્થો ઉપલબ્ધ છે.

સરકાર પાસે 233 ઇતોસિલીઝોમેબ એને 1 હજાર 660 રેમદેસ્વિર ઇન્જેક્શન ઉપલબ્ધ છે.સુરતમાં હજુ પણ નવી 750 બેડની હોસ્પિટલ ઊભી કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે.આ સાથે જ સુરતમાં જગ્યાએ જગ્યાએ ધન્વંતરી રદ કાર્યરત થઇ રહ્યો છે. ટેસ્ટિંગ ની માત્રા વધારવી, 104 હેલ્પ લાઇન પર આવતા તમામ કોલ ને તાત્કાલિક એટ્ટેન્ડ કરી દર્દીને પ્રાથમિક તબક્કામાં જ સારવાર મળે એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આ સાથે જ સુરક્ષા કવચ સમિતિઓને કાર્યરત કરાય છે. ઝોન વાઇજ વોરરૂમ ઉભા કરી અસરકારક રીતે હોમ આઈસોલેકશન અને ફોલોઅપ સ્ટેટેજી બનાવાય છે. રત્ન કલાકારો અને ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર બનાવાય છે. અને પ્લાઝમા થેરાપી નો ઉપયોગ કરી સારવાર અપાય છે.સુરતમાં બે સરકારી અને 44 ખાનગી હોસ્પિટલોમાં કોરોના ની સારવાર અધિકૃત કરાય છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*