કોરોના નું સંક્રમણ અટકાવવા માટે ફરી રાજ્ય સરકારે શું લીધો મોટો નિર્ણય?

ગુજરાતમાં કોરોનાના સંક્રમણ ને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં અમુક લોકો માસ્ક વગર ગમે તેમ કરી રહ્યા છે . લોકો માર્કસના નિયમોનું પાલન કરી રહ્યા નથી ત્યારે હાઇકોર્ટના આદેશ બાદ ગુજરાત સરકારે માસ્ક ન પહેરવા પર ₹1000 નો દંડ કર્યો છે. તેમ છતાં પણ રિક્ષા જેવા વાહનોમાં મુસાફરી કરતા અને મોલ માં વગર માસ્કે લોકો જોવા મળી રહ્યા છે. જેને લઇને ગુજરાત સરકારે એક આકરો નિર્ણય લીધો છે.

રાજ્ય સરકારે એક નોટિફિકેશન બહાર પાડી હાઇકોર્ટના અવલોકન જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખાનગી તેમજ સરકારી વાહનોમાં ખાસ કરી રિક્ષા ચાલકો દ્વારા અને મુસાફરો દ્વારા માસ્ક નહિ પહેરવાનું ધ્યાને આવેલ છે.

આ સ્થિતિમાં રિક્ષાચાલકો ટેક્સી,કેબ ડ્રાઈવર ,સરકારી, ખાનગી વાહન ચાલક અને મુસાફરો તમામે માસ્ક પહેરવું ફરજીયાત રહેશે. જો કોઈ વાહન ચાલક તથા તેમાં મુસાફરી કરતા મુસાફરો માસ્ક વગર પકડાશે તો વાહન ચાલક તથા મુસાફરો બન્ને પાસેથી દંડ વસૂલવામાં આવશે.

આ ઉપરાંત શોપિંગ મોલ્સ ને લઈને સરકારે કહ્યું હતું કે મોલ અને સ્ટોર્સમાં શોપિંગ નું પ્રમાણ વધી ગયું છે.મોલ તથા સ્ટોર્સ એર કન્ડિશન હોય છે.અને મોટી સંખ્યામાં લોકો અહીં ખરીદી માટે આવતા હોય છે .જેને કારણે કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ વધી જતી હોય છે.

હાઇકોર્ટનાનિર્દેશ મુજબ શોપિંગ મોલ તથા સ્ટોર્સમાં પ્રવેશ કરતા તમામ ગ્રાહકોએ માસ્ક પહેરવું ફરજીયાત છે. અને આ માટે મોલ કે સ્ટોરના મેનેજરને તકેદારી લેવાની રહેશે.જો કોઈ માણસ માસ્ક વગર પકડાશે તો વ્યક્તિ અને મેનેજર પાસેથી દંડ વસુલવાની સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*