રસ્તા પર જતા ઝડપી ટ્રકે બાઇક સવાર યુવકને ચુંદી નાખ્યો, યુવકનું ઘટના સ્થળે તડપી તડપીને મોત… જુઓ મોતનો લાઈવ વિડિયો…

Published on: 6:54 pm, Tue, 28 February 23

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે સોમવારના રોજ બપોરના સમયે બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે. સોમવારના રોજ બપોરના 3:30 વાગ્યાની આસપાસ એક ટ્રક ચાલકે બાઈક બાઈક સવાર યુવકને કચડી નાખ્યો હતો. જેના કારણે યુવકનું કરુણ મૃત્યુ થયું હતું.

સમગ્ર અકસ્માતની ઘટના દૂર લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટના ભરતપુરના સાવરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવી રહી છે. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા બાઇક સવાર યુવકનું નામ ગુડ્ડુ હતું અને તેની ઉંમર 26 વર્ષની હતી. તે બાઈકનો વળાંક લઇ રહ્યો હતો. આ દરમિયાન રોડ ઉપર પાછળથી આવતા ટ્રકે તેની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.

જેના કારણે તે જમીન પર પડી ગયો હતો અને ટ્રક તેના ઉપરથી પસાર થઈ ગયો હતો. ગંભીર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ગુડ્ડુના નવ મહિના પહેલા જ લગ્ન થયા હતા અને તેની પત્નીને સાત મહિનાનો ગર્ભ પણ છે. બાળક જન્મે તે પહેલા તેને પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા જ ગુડ્ડુના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

કાળજુ કંપાવી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ગુડ્ડુ મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે છેલ્લા ઘણા સમયથી નોકરીની શોધમાં હતો. સોમવારના રોજ તે એક ખાનગી શાળામાં નોકરીની વાત કરીને પોતાના ગામ તરફ જઈ રહ્યો હતો.

ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો. ગુડ્ડુના પરિવારજનોને જ્યારે તેના મોતની ખબર પડી ત્યારે પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદાને કર્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રસ્તા પર જતા ઝડપી ટ્રકે બાઇક સવાર યુવકને ચુંદી નાખ્યો, યુવકનું ઘટના સ્થળે તડપી તડપીને મોત… જુઓ મોતનો લાઈવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*