પૂરપાટ ઝડપથી જઈ રહેલી એક કાર ઝૂંપડપટ્ટીની અંદર ઘૂસી ગઈ, અકસ્માતમાં યુવતી અને વૃદ્ધનું મૃત્યુ…

Published on: 11:56 am, Thu, 14 October 21

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે પાટણ શહેરમાં આજરોજ વહેલી સવારે બનેલી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ હિટ એન્ડ રનની ઘટનામાં 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પૂરપાટ ઝડપથી જય રહેલી એક કારે રસ્તાની સાઇડમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ઘૂસી ગઈ હતી.

આ ઘટનામાં એક યુવતી અને એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર પાટણ શહેરના અનાવાડા રોડ ઉપર આજરોજ આઠ વાગ્યાની આસપાસ બેકાબૂ આવી રહેલી એક કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.

અને રસ્તા પરથી ઉતરીને પુરી ઝડપે અન્નપૂર્ણા સોસાયટી ની બાજુમાં આવેલી એક ઝૂંપડપટ્ટીની અંદર કાર ઘુસાવી દીધી હતી. આ અકસ્માતમાં બહાર ખાટલા પર સૂતેલા 60 વર્ષના એક વૃદ્ધ અને ઘરની અંદર બાથરૂમમાં કપડા થઈ રહેલી 21 વર્ષની યુવતીને અડફેટેમાં લીધા હતા.

આ ઘટનામાં બંનેને ગંભીર ઈજા પહોંચી હતી તેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન બંનેના મૃત્યુ થયા હતા. આ ઘટના બનતા જ કાર ચાલક ઘટના સ્થળે ગાડી મુકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આ ઉપરાંત ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. આ અકસ્માતમાં સહિસ્તા દાદામિયાં સૈયદ (ઉં.વ 20), દિલાવર ભાઈ રશીલ બલોચ (ઉં.વ 60) નામના 2 લોકોના મૃત્યુ થયા છે.

જ્યારે બેકાબૂ કાર ઝૂંપડપટ્ટી તરફ આવી રહી હતી ત્યારે ત્યાં બેઠેલા લોકો કારણે જોઇને આમ-તેમ ભાગવા લાગ્યા હતા. કારથી પોતાનો જીવ બચાવવા માટે લોકો દોડધામ કરતા જોવા મળી રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પૂરપાટ ઝડપથી જઈ રહેલી એક કાર ઝૂંપડપટ્ટીની અંદર ઘૂસી ગઈ, અકસ્માતમાં યુવતી અને વૃદ્ધનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*