દિવસેને દિવસે મોંઘવારી વધતા સામાન્ય માણસની સમસ્યામાં ઘણો વધારો થયો છે. તેને જોતા કેન્દ્ર સરકારે ફેસ્ટિવલ સિઝનમાં સામાન્ય લોકોને રાહત આપવા મોટું પગલું ભર્યું છે. સરકારે પામ અને સનફ્લાવર ઓઈલ પર એગ્રી સેસ અને કસ્ટમ ડયુટી ઘટાડી છે.
ગ્રાહક બાબતોને મંત્રાલયે તેલ અને તેલબીયા પર સ્ટોક લિમિટ લાદવાનો આદેશ જારી કર્યો હતો. રાજ્યોને આદેશ જારી કરવા અને તેનું ચુસ્તપણે પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.સરકારના નિર્ણય અનુસાર,ફૂડ પામ ઓઈલ પર ડયુટી ઘટાડીને 8.25%,RBD પામોલિન 19.25
RBD પામ ઓઈલ પર 19.25,ફૂડ સોયા ઓઈલ પર 5.5,સોયા તેલ પર 19.5,ફૂડ સમ ફ્લાવર ઑયલ પર 5.5 અને રિફાઈન્ડ સન ફ્લાવર ઓઈલ પર 19.25 બ્યુટી ઘટાડી દેવામાં આવી છે.તમને જણાવી દઈએ કે, ગયા મહિને 11 સપ્ટેમ્બરે પામ તેલ, સોયા તેલ અને સૂર્યમુખી તેલ પરની કસ્ટમ ડયુટી ઘટાડી દેવામાં આવી હતી.જ્યારે ફૂડ પામ ઓઈલ પર મૂળભૂત આયાત ડયુટી 10 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી હતી.
અન્ય સમાચાર : નવરાત્રિના હિન્દુસ્તાન પેટ્રોલિયમ ગેસ લિમિટેડ પોતાના ગ્રાહકો માટે સારા સમાચાર લઈને સામે આવી છે. કંપનીએ પોતાના ટ્વિટર હેન્ડલ થી જણાવ્યું કે ગ્રાહકો ગેસ સિલિન્ડર બુક કરવા પર દસ હજાર રૂપિયા સુધીનું સસ્તું જીતી શકે છે.જોકે આ ઓફર સીમિત સમય સુધી જ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!