નાનકડી ભૂલ ભારે પડી ગઈ..! રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહેલી મહિલા સાથે કંઈક એવું બન્યું કે…વિડીયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

Published on: 4:12 pm, Sun, 13 November 22

મિત્રો આપણે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હોઈએ છીએ. અમુક વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અને અમુક વીડિયો જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે.

આ ઘટનામાં રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલી મહિલા સાથે કંઈક એવું બને છે કે મહિલાએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. હાલમાં વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા આજુબાજુ જોયા વગર રેલવે ટ્રેક ક્રોસ કરી રહી છે. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી ટ્રેન તેને ટક્કર લગાવે છે.

મિત્રો સદનસીબે ટ્રેનની સ્પીડ ખૂબ જ ધીમી હોવાના કારણે મહિલાનો જીવ બચી ગયો છે નહીંતર આજે મહિલા દુનિયા છોડીને ચાલી ગઈ હોત. મહિલાને ટ્રેનની ટક્કર લાગ્યા બાદ આસપાસના લોકો તેની પાસે દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા પોતાના કાનમાં હેડફોન ચડાવીને રેલવે ટ્રેક ક્રોસ કરે છે. જ્યારે મહિલા રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હોય છે. ત્યારે સામેથી ટ્રેન આવતી હોય છે અને મહિલાને જોઈને ટ્રેન ચાલક હોન પણ વગાડે છે.

પરંતુ મહિલાના કાનમાં હેડફોન ચડાવ્યા હોવાના કારણે તેને કંઈ સંભળાતું નથી અને તે પોતાની ધુનમાં આગળ ચાલતી જોવા મળી રહે છે. ત્યારે મહિલાને ટ્રેનની ટક્કર લાગી જાય છે અને તે ફંગોળાઈને ત્યાં જ પડી જાય છે. ટ્રેનની સ્પીડ ધીમી હોવાના કારણે સદનસીબે મહિલાને કંઈ થતું નથી.

 

View this post on Instagram

 

A post shared by Vj insta (@vj11insta)

આ ઘટના બન્યા બાદ આસપાસના લોકો મહિલા પાસે દોડી આવ્યા હતા. મહિલા તાત્કાલિક ઊભી થઈ જાય છે અને પોતાના રસ્તે જતી રહે છે. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. અમારી વેબસાઈટ ગુજ્જુ રોક્સ આ વીડિયોની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નાનકડી ભૂલ ભારે પડી ગઈ..! રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહેલી મહિલા સાથે કંઈક એવું બન્યું કે…વિડીયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*